Home> India
Advertisement
Prev
Next

વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો

UP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડ અમદાવાદ સ્થિત કંપની એજ્યુટેસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે

વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો

UP Police Constable Bharti 2024: NEETના પરિણામોને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.. જેમા બિહારના પટનામાં પેપર લીક થયું હોવાની ફરિયાદ થઈ હતી. આ સાથે જ ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. પરીક્ષા યોજવાની જવાબદારી ગુજરાતની ખાનગી કંપનીની હતી. જેથી આ કંપની એજ્યુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. તો કૌભાંડ બાદ કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશ ફરાર થઈ ગયો છે. STFએ કંપનીના માલિકને અનેક સમન્સ મોકલ્યા છે. 

fallbacks

ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપરલીક કેસના મહિનાઓ બાદ એસટીએફ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સામે આવ્યું છે કે, પરીક્ષા કરાવનારી ગુજરાતી કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો છે. તેથી પૂછપરછ ટીમ તેની તપાસ કરી શક્તી નથી. ભરતી કૌભાંડમા પરીક્ષા કરનારી અમદાવાદની કંપની એજ્યુટેસ્ટને બ્લેક લિસ્ટ કરી દેવાઈ છે. હવે એજ્યુટેસ્ટને પ્રદેશમાં કોઈ પણ વિભાગમાં ભરતી પરીક્ષા કરવાની કામગીરી નહિ સોંપાય. આ સાથે જ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીના સંચાલક વિનીત આર્યને એસટીએફ તરફથી ચાર-ચાર વાર નોટિસ મોકલવામાં આવી ચૂકી છે. પરંતુ તે ક્યાય હાજર થયો નથી. જલ્દી જ હવે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની રિ-પરીક્ષાની તારીખ જાહેર કરી શકે છે. 

ભાજપના નવા ચૂંટાયેલા સાંસદના આકરા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી

ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી એડ્યુટેસ્ટની ઓફિસ પર પહોંચી હતી. ઝી મીડિયાની ટીમ પહોંચ્યા બાદ કર્મચારીઓએ હકીકત છુપાવાનો પ્રયાસ કર્યો હતો. પાર્કીિગમાં રહેલુ એડ્યુટેસ્ટનુ બોર્ડ દુર કરાયું છે. તો બાકીના બોર્ડ પર દુર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

40 વર્ષ જૂની ગુજરાતની કંપની
પ્રાપ્ત માહિતી અનુસાર, એજ્યુટેસ્ટની સ્થાપના 40 વર્ષ પહેલા વર્ષ 1982 માં થઈ હતી. આ કપની દરેક ઉમેદવારને પરીક્ષામાં અલગ અલગ ટેસ્ટ પેપર હોવાોન દાવો કરે છે. જો 10 લાખથી વધુ ઉમેદવાર છે, તો તેમને અલગ અલગ પ્રશ્નપત્ર આપવાની વિશેષજ્ઞતા હોવાનો દાવો કરે છે. કંપની પ્રશ્નપત્ર, આન્સર શીટ સહિત અનેક ચીજોમાં પોતાનુ જ પ્રિન્ટીંગ પ્રેસમાં અત્યંત ગુપ્તતાથી પ્રિન્ટ કરવાનો દાવો પણ કરે છે. કંપનીમા 350 થી વધુ કર્મચારીઓ છે. કંપનીનો દાવો છે કે, UPSSSC PET અને CAT જેવી તમામ એક્ઝામ તે સફળતાપૂર્વક કરાવી ચૂકી છે. આ કંપનીમાં વિનીત આર્ય ઉપરાંત જયા આર્યા અને સક્ષમ આર્ય ડાયરેક્ટર પદ પર કાર્યરત છે. 

અડધા ગુજરાતમાં આજે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે મેઘો વરસશે
 
40 દિવસનો સમય બચ્યો છે 
મુખ્યમંત્રી યોગી દ્વારા કરવામાં આવેલી 6 મહિનાની જાહેરાતને 40 દિવસનો સમય બચ્યો છે. જેને જોતા ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી બોર્ડ આ પરીક્ષાઓના આયોજનને લઈને યુદ્ધ સ્તરે કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 20 થી 25 જુનની વચ્ચે યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.  

24 ફેબ્રુઆરીએ લેવાયેલી પરીક્ષા કેન્સલ થઈ હતી 
17 અને 18 ફેબ્રુઆરીના રોજ કોન્સટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ 24 ફેબ્રુઆરીને રદ કરવામાં આવી હતી. યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, 6 મહિનાની અંદર ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની ગુપ્તતા સાથે કોઈ બાંધછોડ નહિ કરવામાં આવે. 

કોરોના મહામારી બાદ બીજીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ થાંભલો, બીજી દુનિયા કે એલિયન!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More