નવી દિલ્હી : હાલનાં થોડા મહિનાઓમાં નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) ખાસ્સી ચર્ચામાં છે અને આ જ કારણે ઘણી બેંકોના હજારો કરોડો રૂપિયાનું નુકસાન પણ ઉઠાવવું પડી રહ્યું છે. બેંકોનાં વધતા નુકસાન વચ્ચે કોંગ્રેસનાં એક વરિષ્ઠ સાંસદે ખુલાસો કર્યો કે યુપીએ શાસનમાં આક્રમક રીતે લોન આપવામાં આવી હોવાનાં કારણે એનપીએમાં સતત વધારો થતો રહ્યો. નાણામંત્રાલય સંબંધિત સ્ટેન્ડિંગ કમિટી સાથે સોમવારે બેંકો અને બેંકિંગ એસોસિએશનનાં સીનિયર અધિકારીઓની બેઠક દરમિયાન કમિટીનાં સભ્યોએ વધી રહેલા એનપીએ અને તેના ઉકેલના ઉપાયોગ અંગે અધિકારીઓને સવાલ પુછ્યા હતા.
પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહની હાજરીમાં એક કોંગ્રેસી સાંસદ સભ્યએ બેઠકમાં સ્વિકાર્યું કે યૂપીએ શાસનકાળ દરમિયાન ખુબ જ આક્રમક રીતે લોન વહેંચવામાં આવી હતી. કમિટીનાં કેટલાક સભ્યોએ તે અંગે સંમતી વ્યક્ત કરી અને કહ્યું કે, એનપીએ વધવામાં આ પણ એક ખુબ જ મોટુ કારણ રહ્યું છે. કમિટીનાં સભ્યોએ બેંક પ્રતિનિધિઓ પાસેથી લોન સંબંધી નિયમોનું પુન:મુલ્યાંકન અને એનપીએનું વર્ગીકરણ કરવા માટેની વાત કરી છે. કેટલાક સભ્યોનું કહેવું હતું કે હવે સમય આવી ગયો છે કે એનપીએને ફરીથી પારિભાષિત કરવામાં આવે.
જો કે કમિટીમાં સમાવિષ્ઠ કેટલાક સભ્યોનું તેવું પણ કહેવું છે કે આ સંબંધમાં કેટલીક કંપનીઓની પાસે વ્યાજબી કારણ હોઇ શકે છે, માટે તમામને એક જ રંગમાં રંગાવુ યોગ્ય નથી. કેટલાક સભ્યોએ સલાહ આપતા કહ્યું કે એનપીએનાં મુદ્દે આરબીઆઇની ભુમિકાને પણ પુન:મુલ્યાંકિત કરવા માટેની જરૂર છે. આ મહત્વની બેઠકમાં એનપીએ સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે એક રોડમેપ બનાવવા અંગે જોર આપવામાં આવ્યું. બેઠકમાં નીરવ મોદીને અપાયેલ દેવા અંગે તૃણમુલ કોંગ્રેસનાં સભ્યોનું કહેવું હતું કે, બેંકનાં અધિકારીઓએ સ્વિકાર્યું કે તેઓ એક બ્રાંચની ભુલ હતી. ભાજપનાં એક સાંસદે કહ્યું કે આજકાલ લોક બેંકોના બજલે મ્યૂચ્યૂઅલ ફંડમાં પૈસા લગાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે