Home> India
Advertisement
Prev
Next

સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં

યુપીએના સાથી પક્ષોની મંગળવારે સાંજે યોજાયેલી બેઠકમાં લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ. બિરલાને ટેકો આપવા અંગે નિર્ણય લેવાયો હતો 
 

સ્પીકરની ચૂંટણીમાં બિરલાને ટેકો આપશે UPA, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે નિર્ણય નહીં

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ)ના સાથી પક્ષોની મંગળવારે યોજાયેલી બેઠકમાં લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર ઓમ. બિરલાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાથી પક્ષોના લોકસભાના નેતાઓએ ભાગ લીધો હતો. 

fallbacks

જોકે, વડાપ્રધાન મોદી તરફથી 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે બોલાવાયેલી બેઠકના સંદર્ભમાં હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રો અનુસાર યુપીએના પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્પીકરના મુદ્દે સત્તા પક્ષનો વિરોધ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. 

બિહારઃ શક્તિસિંહનું રાજીનામું બન્યું ચર્ચાનો વિષય, ટ્વીટર પર હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી 

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે હાલ કોઈ નિર્ણય નહીં
'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે પ્રસ્તાવિત સર્વપક્ષીય બેઠક માટે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. બુધવારે સવારે કોંગ્રેસ અને સાથી પક્ષોની યોજાનારી સંભવિત બેઠકમાં આ અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. 

મળો એ માનનીય સાંસદોને, જે એક વખતમાં ભૂલ વગર વાંચી ન શક્યા લોકસભાનું સોગંધનામું 

એનડીએના 13 સભ્યોનું બિરલાને સમર્થન
ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવાર રહેશે. એનડીએના વિવિધ ઘટક પક્ષોના 13 સભ્યોએ આ પદ માટે બિરલાની દાવેદારીને ટેકો જાહેર કર્યો છે. ઓમ બિરલા રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર બીજી વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. બિરલાએ મંગળવારે લોકસભા સચિવાલયમાં પોતાની દાવેદારી રજૂ કરી હતી. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More