નવી દિલ્હી: જેએનયુ (JNU) માં આજે મોટી બબાલ જોવા મળી. કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને ઈન્ફોર્મેશન સેન્ટરમાં ઘૂસી ગયાં. આ વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી પાવરસપ્લાય બંધ કરી દીધો જેનાથી સર્વર પ્રભાવિત થયું.
જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી
કહેવાય છે કે આ વિદ્યાર્થીઓ બપોરે 1 વાગે ઇન્ફોર્મેશન સેન્ટર પહોંચ્યા હતાં. જબદસ્તીથી અંદર ઘૂસી ગયાં. વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમણે જબરદસ્તીથી ટેક્નીકલ સ્ટાફને બહાર કાઢ્યો. આ વિદ્યાર્થીઓએ સેન્ટર ફોર ઈન્ફોર્મેશન સેન્ટરની ઓફિસમાં તાળું પણ લગાવી દીધુ અને તેની બહાર ધરણા પર બેસી ગયાં.
જુઓ LIVE TV
આમ છતાં વિવાદ શાંત થયો નથી. આરોપ છે કે વિદ્યાર્થીઓએ આજે સવારે એક ગાર્ડની પીટાઈ કરી દીધી. ગાર્ડ વાઈફાઈ ફરીથી શરૂ કરવાની કોશિશ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે