Home> India
Advertisement
Prev
Next

UPSC ટોપર કનિષ્ક કટારિયાએ પોતાની સફળતાનો શ્રેય આપ્યો માતા-પિતા અને ગર્લફ્રેન્ડને, જાણો શું કહ્યું?

યુપીએસસીની પરીક્ષાનુ પરિણામ શુક્રવારે જાહેર થયું. જેમાં પહેલા બે રેંક પર રાજસ્થાને કબ્જો જમાવ્યો. જયપુરના રહીશ કનિષ્ક કટારિયાએ પહેલો નંબર મેળવ્યો જ્યારે માલવીય નગરમાં રહેતા અક્ષત જૈને બીજો રેંક મેળવ્યો.

UPSC ટોપર કનિષ્ક કટારિયાએ પોતાની સફળતાનો શ્રેય આપ્યો માતા-પિતા અને ગર્લફ્રેન્ડને, જાણો શું કહ્યું?

જયપુર: યુપીએસસીની પરીક્ષાનુ પરિણામ શુક્રવારે જાહેર થયું. જેમાં પહેલા બે રેંક પર રાજસ્થાને કબ્જો જમાવ્યો. જયપુરના રહીશ કનિષ્ક કટારિયાએ પહેલો નંબર મેળવ્યો જ્યારે માલવીય નગરમાં રહેતા અક્ષત જૈને બીજો રેંક મેળવ્યો. કનિષ્ક કટારિયાએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે ખુબ જ આશ્ચર્યજનક ક્ષણ છે. તેમણે જણાવ્યું કે તેમને આશા નહતી કે તેઓ પહેલો રેંક મેળવશે. કનિષ્કે આગળ કહ્યું કે હું મારા માતા પિતા, બહેન અને મારી ગર્લફ્રેન્ડનો આભારી છું કારણ કે તેઓએ મને નૈતિક સમર્થન આપ્યું હતું. 

fallbacks

UPSC Civil Services Result 2019: કનિષ્ક કટારિયા બન્યો ટોપર, સૃષ્ટિ મહિલાઓમાં ટોપર

અત્રે જણાવવાનું કે કનિષ્કે આઈઆઈટી મુંબઈથી અભ્યાસ કર્યો છે. આગળનો અભ્યાસ તેણે વિદેશમાં પૂરો કર્યો છે. કનિષ્કના પિતા ભવંરલાલ વર્મા આઈએએસ છે અને તેમને જોઈને જ કનિષ્કે નક્કી કર્યું હતું કે તેઓ પણ પ્રશાસનિક સેવામાં જશે અને દેશની સેવા કરશે. કનિષ્કે બાળપણથી જ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કનિષ્કે જણાવ્યું કે બાળપણથી જ અભ્યાસમાં તેઓ ઈન્ટેલિજન્ટ હતાં અને આઈએએસની તૈયારીને લઈને માતા પિતા, બહેન અને ગર્લફ્રેન્ડે પણ ખુબ સહયોગ આપ્યો. કનિષ્કનું કહેવું છે કે પાસ થવાની તેને પૂરેપૂરી આશા હતી પરંતુ ઓલ ઈન્ડિયા ટોપ કરવાની જરાય આશા નહતી. આવામાં આ પરિણામ જોઈને જ્યારે રિઝલ્ટ જોયું તો ખુશીનો પાર ન રહ્યો. 

કનિષ્કના પિતા આઈએએસ સાંવરમલ વર્માએ જણાવ્યું કે કનિષ્ક શરૂઆતથી જ હોશિયાર રહ્યો હતો. અભ્યાસ બાદ તે વિદેશમાં ભાગ્ય અજમાવવા માંગતો હતો પરંતુ જ્યારે ભારત આવ્યો તો તેણે નક્કી કરી લીધુ કે તે આઈએએસની તૈયારી કરશે. શરૂઆતથી અભ્યાસમાં હોશિયાર કનિષ્ક માતા પિતાનો લાડકો રહ્યો છે. 

ECની મોટી કાર્યવાહી, મમતા અને નાયડુના ઓફિસરોની તાબડતોબ બદલી કરી નાખી, ચંદ્રબાબુ ભડક્યા

અત્રે જણાવવાનું કે શુક્રવારે સિવિલ સર્વિસ (UPSC Civil Services Result 2019) નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. કનિષ્ક કટારિયાએ UPSC Civil Services 2019 માં ટોપ કર્યું છે.  સૃષ્ટિ જયંત દેશમુખે મહિલાઓમાં ટોપ કર્યું છે. તેમની ઓલ ઇન્ડિયા રૈંકિંગ (AIR) 5 છે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢની નમ્રતા જૈન 12માં નંબર પર આવ્યા છે. 

ટોપ 25માં 15 પુરૂષ અને 10 મહિલા વિદ્યાર્થી છે. કુલ 759 પરીક્ષાર્થીઓ IAS અને IPS માટે સિલેક્ટ થયા છે. તેમાં 577 પુરૂષ અને 182 મહિલાઓ છે. 759 પાસ કરનારા પરિક્ષાઆર્થીઓમાંથી જનરલ કેટેગરીનાં 361, ઓબીસી કેટેગરીનાં 209, એસસી કેટેગરીનાં 128 અને એસટી કેટેગરીનાં 61 વિદ્યાર્થીઓ છે. 

પહેલા નંબર પર કનિષ્ક કટારિયા, બીજા નંબર પર અક્ષત જૈન, ત્રીજા નંબર પર જુનૈદ અહેમદ, ચોથા નંબર પર શ્રેયાંસ કુમત અને પાંચમા નંબરે સૃષ્ટી જયંત દેશમુખ છે. છઠ્ઠા નંબર પર શુભમ ગુપ્તા, સામના નંબર પર કરનાતી વરુણ રેડ્ડી, આઠમા નંબર પર વૈશાલી સિંહ, નવમા નંબર પર ગુંજન દ્વિવેદી અને 10માં નંબર પર તન્મય વશિષ્ઠ શર્મા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More