નવી દિલ્હીઃ અમેરિકાથી છેલ્લા બે દિવસથી સતત સારા સમાચાર મળી રહ્યાં છે. આજે માહિતી મળી છે કે અમેરિકાએ અલ કાયદાના મોટા આતંકવાદી મોહમ્મદ ઇબ્રાહિમ ઝુબૈરને ભારતને સોંપી દીધો છે. તેને 19 મેએ ભારત લાવવામાં આવ્યો અને પંજાબના અમૃતસર સ્થિત એક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. હૈદરાબાદનો નિસાવી ઝુબૈર અલ કાયદામાં નાણાકીય ફન્ડિંગનું કામ જોતો હતો. તેને અમેરિકાની કોર્ટે આતંકવાદી ઘટનાઓમાં દોષી ઠેરવ્યો હતો.
મૂળ રૂપથી હૈદરાબાદનો નિવાસી છે ઝુબૈર
ઝુબૈરે હૈદરાબાદમાંથી અભ્યાસ કર્યો છે. બાદમાં તે અમેરિકા ગયો અને તેણે યૂએસએની નાગરિકતા પણ મેળવી લીધી હતી. બાદમાં આતંકી સંગઠન અલ કાયદામાં સામેલ થયો અને સંગઠનના ખુખાંર આતંકવાદી અલ અવલાકીનો સહાયક બની ગયો હતો. અવલાકીનું પૂરુ નામ અનવર નસીર અલ અવલાકી છે જે યમન મૂળનો અમેરિકી નાગરિક છે. અમેરિકાના અધિકારીઓ પ્રમાણે, તે અલ કાયદામાં આતંકવાદીઓની ભરતીની જવાબદારી સંભાળે છે અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં માહેર છે.
અમ્ફાન તોફાનથી બંગાળમાં 72 લોકોના મોત, પીએમ મોદી કરે રાજ્યનો પ્રવાસઃ મુખ્યમંત્રી મમતા બેનર્જી
અમેરિકાએ બુધવારે પણ આપ્યા હતા સારા સમાચાર
ધ્યાનમાં રહે કે બુધવારે એક સીનિયર અમેરિકી ડિપ્લોમેટે ભારત-ચીન સરહદ વિવાદ પર ભારતનું સમર્થન કર્યું હતું. દક્ષિણ તથા મધ્ય એશિયાના મામલા સાથે જોડાયેલા અમેરિકાના વરિષ્ઠ રાજદ્વારી એલિસ જી વેલ્સે થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલથી કહ્યુ હતુ કે ચીન યથાસ્થિતિને બદલવાના પ્રયાસ હેઠળ ભારત સાથે લાગતી સરહદ અને દક્ષિણી ચીન સાગરમાં સતત આક્રમક વલણ અપનાવતું રહ્યું છે. વેલ્સના આ નિવેદન પર ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને એક મીડિયા બ્રીફિંગ દરમિયાન વેલ્સની ટિપ્પણીઓ વિશે પૂછવા પર કહ્યુ કે, અમેરિકાના રાજદ્વારીની ટિપ્પણી માત્ર બકવાસ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે