નવી દિલ્હી : કોરોના વાયરસની વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં દેશની મોટી સફળતા મળી છે. દેશનાં 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોા સંક્રમણથી મુક્ત થઇ ચુક્યા છે. આ યાદીમાં નવુ નામ ત્રિપુરાનું જોડાયું છે. જો કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 26917 થઇ ચુકી છે. આ મહામારીમાં મૃતકોની સંખ્યા વધીને 826 પર પહોંચી ચુકી છે.
કોરોના દર્દીઓ માટે કનિકા કપુરની મોટી જાહેરા, આ રીતે કરશે મદદ
ત્રિપુરા, ગોવા, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, દમણ, દીવ, દાદરા એન્ડ નગર હવેલી અને લક્ષદીપનો સમાવેશ થાય છે. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે કોરોના સંક્રમણનો કોઇ પણ કેસ આવ્યો નથી. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે ભારતમાં વિશ્વની તુલનાએ કોરોનાથી મૃત્યુદર સારુ છે. ભારતમાં 3.1 ટકા મૃત્યુદર છે જ્યારે સમગ્ર વિશ્વમાં 7 ટકા છે. દેશમાં 5913 લોકો આ બિમારીથી અત્યાર સુધી સ્વસ્થ થઇ ચુક્યા છે. હાલની સ્થિતીએ ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને 22 ટકા થઇ ગયો છે જે વિશ્વનાં બીજા દેશોની તુલનાએ ઘણો સારો છે.
PMએ કહ્યું અર્થવ્યવસ્થાનું ટેન્શન ન લેશો, જ્યાં સૌથી વધારે કેસ ત્યાં લોકડાઉન યથાવત્ત રહેશે
ભારતમાં કોરોના સંક્રમણનાં દર્દીઓનાં ડબલિંગ રેટમાં પણ સતત સુધારો આવી રહ્યો છે. હાલ તે 10.5 દિવસ છે. સ્વાસ્થય મંત્રીના અનુસાર લોક ડાઉનનાં કારણે સંક્રમણને અટકાવામાં મદદ મળી રહી છે. ક્લસ્ટર મેનેજમેન્ટ અથવા ક્લસ્ટર કન્ટેનમેન્ટ જોન બનાવીને સ્થિતીનો ઉકેલવામાં આવી રહી છે. દેશના 283 જિલ્લા એવા છે જ્યાં હાલ કોરોના સંક્રમણનો કોઇ પણ કેસ સામે આવ્યો નથી. દેશનાં 64 જિલ્લામાં ગત્ત 7 દિવસથી કોઇ સંક્રમણનો નવો કેસ સામે આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે