Home> India
Advertisement
Prev
Next

Cyber Crime: વગર SMS અને OTPથી સાયબર ધૂતારાઓએ ઉડાવ્યા લાખો રૂપિયા

સાયબર ઠગોએ બેંકના ખાતામાંથી રૂપિયા ચોરી કરવાના નવા રસ્તા શોધી કાઢ્યા છે. હવે સાયબર ધૂતારાઓ OTP અને SMS વગર ખાતામાંથી રૂપિયા ઉપાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, ઉત્તર પ્રદેશના એતમાઉદૌલા આગ્રા પોલીસ સ્ટેશનનો, જ્યાં સાયબર ઠગોએ એક બિઝનેસમેનના ખાતામાંથી લાખો રૂપિયાની ચોરી કરી.

Cyber Crime: વગર SMS અને OTPથી સાયબર ધૂતારાઓએ ઉડાવ્યા લાખો રૂપિયા

સાયબર ઠગોએ બેંકના ખાતામાંથી રૂપિયા ચોરી કરવાના નવા રસ્તા શોધી કાઢ્યા છે. હવે સાયબર ધૂતારાઓ OTP અને SMS વગર ખાતામાંથી રૂપિયા ઉપાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, ઉત્તર પ્રદેશના એતમાઉદૌલા આગ્રા પોલીસ સ્ટેશનનો, જ્યાં સાયબર ઠગોએ એક બિઝનેસમેનના ખાતામાંથી લાખો રૂપિયાની ચોરી કરી. વેપારીએ આ ઘટના અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે.

fallbacks

સવારે 3 વાગ્યે શાતિરોએ ઉડાવ્યા રૂપિયા
વેપારીની માહિતી મુજબ રાત્રે 3થી 5 દરમિયાન ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા. સવારે જ્યારે વેપારીએ તેમના ફોનમાં ખાતામાંથી રૂપિયા કપાતા હોવાના SMS જોયા તો તે ચોંકી ગયા. તે પછી, જ્યારે પાસ-બૂકમાં ટ્રાન્ઝેક્શન એન્ટ્રી કરાવી ત્યારે ખબર પડી કે ખાતામાંથી 1 લાખ 80 હજાર રૂપિયાની ઉચાપત થઈ ગઈ છે. 

પરિવારના અલગ અલગ લોકોના હતા ખાતા
પીડિત વેપારીએ જણાવ્યું કે તેના પરિવારના 3 ખાતાધારકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. જેમાં એક ખાતું તેમનું પણ છે અને બીજું તેમની પત્ની અને ભાભીનું છે. ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો અને 7 દિવસમાં ઠગને પકડવાની ખાતરી આપી હતી.

સરકારે લોન્ચ કર્યું યુ-વિન પ્લેટફોર્મ, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને થશે આ મસમોટો ફાયદો

મુંબઈ પોલીસકર્મી બનીને મહિલા સાથે કરી 10 લાખની ઠગાઈ, ખાસ જાણો...નહીં તો પસ્તાશો

મોદી સરકારની આ યોજનામાં મળે છે મફતમાં સારવાર, ગોલ્ડનકાર્ડ આપશે 5 લાખનો લાભ  

પીડિતે વેપારીએ કરી સરકારને અપીલ
વેપારીએ સરકારને આવા સાયબર ધૂતારાઓ સામે નક્કર પગલા ભરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો ગરીબ માણસના પૈસા બેંકમાં પણ સુરક્ષિત નથી તો તે ક્યાં જશે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More