ઉત્તર પ્રદેશના અલીગઢના સાસુ જમાઈની લવ સ્ટોરી પોતાના અંજામ સુધી પહોંચી ગઈ છે. અને હવે બદાયુના વેવાઈ વેવાણની લવ સ્ટોરી સામે આવી છે. 4 બાળકોની માતા મમતાનું દિલ તેની દીકરીના સસતા શૈલેન્દ્ર પર આવી ગયું અને રાતોરાત ભાગી ગઈ. અલીગઢની સાસુની જેમ જ બદાયુની વેવાણ મમતા પોતાની સાથે દાગીના અને કેશ લઈને ભાગી હોવાનો આરોપ લાગ્યો છે.
આ મામલો દાતાગંજ પોલીસ મથક હદમાં આવતા એક ગામનો છે. વ્યવસાયે ડ્રાઈવર પીડિત પતિએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસને પત્ની અને વેવાઈ સામે કડક કાર્યવાહી કરવાની ગુહાર લગાવી છે. CO કે કે તિવારીએ આ મામલાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે 17 એપ્રિલના રોજ કેસ નોંધવામાં આવ્યો છે. મમતા અને શૈલેન્દ્રની શોધ ચાલુ છે. તેમનું લોકેશન ટ્રેસ થઈ રહ્યું છે, જલદી બંનેને પકડીને બધાની સામે લાવવામાં આવશે.
આ રીતે શરૂ થઈ પ્રેમકહાની
પોલીસને કરાયેલી ફરિયાદમાં પીડિત પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની મમતાના દીકરીના સસરા શૈલેન્દ્ર ઉર્ફે વિલ્લુ સાથે લગ્નેતર સંબંધ બન્યા હતા. શૈલેન્દ્ર રોડવેઝમાં ડ્રાઈવર છે અને અવારનવાર ઘરે આવતો જતો હતો. સંબંધી હોવાના પગલે અડોશ પડોશના લોકોએ પણ તેની હાજરી અંગે કોઈ સવાલ ઉઠાવ્યો નહતો. ઘરે અવરજવર દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બની ગયો.
મમતા પહેલા પણ 3 વાર વેવાઈ સાથે ભાગી જવાની કોશિશ કરી ચૂકી છે. પરંતુ દર વખતે તેને રોકી લેવાઈ હતી. આ વખતે 11 એપ્રિલની રાતે તે ઘરનો કિંમતી સામાન અને દાગીના લઈને વેવાઈ સાથે અલ્ટો કારમાં ભાગી ગઈ હોવાની માહિતી સામે આવી છે. ચોંકાવનારી વાત ત્યારે બહાર આવી જ્યારે પુત્રએ માતાને બહેનના સસરા શૈલેન્દ્ર સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ. વિરોધ કરતા ઘરમાં ઝઘડો થયો અને ત્યારબાદ મમતાએ ઘર છોડી દીધુ.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પાડોશીઓએ પણ મમતાની પોલ પછી તો ખોલી નાખી. પોલીસના સવાલોના જવાબ આપતા લોકોએ જણાવ્યું કે મમતાનો પતિ ઘરેમાં એક-બે વાર જ આવતો હતો. મમતા પતિની ગેરહાજરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી હતી. તે વેવાઈ શૈલેન્દ્રને રાતે જ ઘરમાં બોલાવી લેતી હતી. અનેકવાર રાતે 12 વાગે શૈલેન્દ્ર મમતાના ઘરે ઘૂસતો જોવા મળ્યો હતો. વહેલી સવારે તે વેવાણના ઘરેથી નીકળી જતો હતો અને હવે મોડી રાતે આવવાનું અને સવારે જતા રહેવાનું કારણ બધાની સામે આવી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે