UP Train Accident: ઉત્તર પ્રદેશના ગૌંડામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ગોરખપુર થઈને ચંડીગઢથી અસમ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં છેલ્લે મળતી માહિતી મુજબ 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગોરખપુર રેલ ખંડના મોતીગંજ બોર્ડરની છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલા ડબ્બાઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે.
UPના ગોંડામાં મોટી દુર્ઘટના, ડિબ્રુગઢ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 2ના મોત, ચંદીગઢથી ડિબ્રુગઢ જઇ રહી હતી ટ્રેન#TrainAccident #TrainTragedy #uttarpradesh #dibrugarhexpress #ZEE24KALAK pic.twitter.com/8TXUYxaKjE
— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2024
રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી છે અને ડબ્બામાં ફસાયેલા મુસાફરોને કાઢવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની જાણકારી લીધી છે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath takes cognisance of the train accident in the Gonda district. He directs the officials to reach the spot immediately and expedite the relief work; gives instructions for proper treatment of the injured: CMO
(file pic) https://t.co/ggCTJKwmq3 pic.twitter.com/FxmUZqzTqH
— ANI (@ANI) July 18, 2024
આ અકસ્માત કયા કારણસર થયો તે અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પાટામાં ખરાબી કે પછી સ્પીડના કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓ દ્વારા જલદી આ અંગે સમગ્ર જાણકારી સાર્વજનિક કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે