Home> India
Advertisement
Prev
Next

Hathras Road Accident: બસ-મેક્સની ભીષણ ટક્કર, તેરમાની ક્રિયા પતાવી પાછા ફરી રહેલા 15 લોકોને રસ્તામાં મોત ભરખી ગયું

હાથરસમાં આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર કોતવાલી ચંદપા વિસ્તારના ગામ મિતઈ પાસે શુક્રવારે એક ભીષણ રોડ અકસ્માત થયો. એક મેક્સ ગાડી અને રોડવેઝની બેસની ટક્કરમાં 15 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા.

Hathras Road Accident: બસ-મેક્સની ભીષણ ટક્કર, તેરમાની ક્રિયા પતાવી પાછા ફરી રહેલા 15 લોકોને રસ્તામાં મોત ભરખી ગયું

હાથરસમાં આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર કોતવાલી ચંદપા વિસ્તારના ગામ મિતઈ પાસે શુક્રવારે એક ભીષણ રોડ અકસ્માત થયો. એક મેક્સ ગાડી અને રોડવેઝની બેસની ટક્કરમાં 15 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા. મેક્સ ગાડીમાં 30 લોકો સવાર હતા જે અકસ્માતનો ભોગ બન્યા. 

fallbacks

મળતી માહિતી મુજબ તમામ લોકો સાસનીથી તેરમાની વિધિમાં સામેલ થઈને આગ્રાના ખદૌલી ગામ સેમરા પાછા ફરી રહ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સામેલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતકોનો આંકડો વધી શકે છે. તપાસ ચાલુ છે. ડ્રાઈવરને પકડવાના પ્રયત્નો ચાલુ છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડીને જિલ્લા પ્રશાસના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી છે. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે. 

પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે હાથરસમાં થયેલી રોડ દુર્ઘઠના અત્યંત પીડાદાયક છે. તેમાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ. ઈશ્વર તેમને આ કપરા સમયમાં તાકાત આપે. આ સાથે જ અકસ્માતમાં ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની નિગરાણીમાં સ્થાનિક પ્રશાસન પીડિતોની દરેક શક્ય મદદમાં  લાગ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More