Home> India
Advertisement
Prev
Next

UP News: વિવાદનું સમાધાન કરવા પહોંચેલો કોન્સ્ટેબલ મહિલાના પ્રેમમાં પડ્યો, વાયરલ થયો અશ્લીલ વીડિયો

UP Police Constable MMS: ઉત્તર પ્રદેશ પોલીસ હંમેશા વિવાદોમાં રહે છે. હવે એક કોન્સ્ટેબલ પર મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો છે. કોન્સ્ટેબલનો મહિલા સાથે અશ્લીલ હરકતન વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 
 

UP News: વિવાદનું સમાધાન કરવા પહોંચેલો કોન્સ્ટેબલ મહિલાના પ્રેમમાં પડ્યો, વાયરલ થયો અશ્લીલ વીડિયો

લખનઉઃ UP Police Constable MMS Viral: ઉત્તર પ્રદેશ પોલીસ પર ઘણીવાર દાગ લાગી ચુક્યા છે. ક્યારેક ગેરકાયદે વસૂલી તો ક્યારેય ગુનેગારોને સંરક્ષણ આપવાના આરોપ વચ્ચે હવે એક સિપાહી પર ગેરકાયદેસર સંબંધનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સિપાહી પતિ-પત્ની વચ્ચે ઝગડાનો ઉકેલવા ગયો હતો. આ દરમિયાન તે પીડિતાને દિલ આપી બેઠો. સિપાહી અને મહિલા વચ્ચે ગેરકાયદેસર સંબંધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ
યુપી પોલીસ વિભાગની છબી ખરાબ કરનાર આ અશ્લીલ વીડિયોમાં એક મુખ્ય કોન્સ્ટેબલ મહિલાની સાથે અશ્લીલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હવે આ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા વિશે જાણકારી મેળવવામાં લાગી છે. 

આ પણ વાંચોઃ સોનાલી ફોગાટના ભોજનમાં ગડબડની આશંકા? મોત બાદ બહેને આપ્યું મહત્વનું નિવેદન

વાયરલ વીડિયો બે વર્ષ જૂનો
9 સેકેન્ડના આ વીડિયોમાં મુખ્ય કોન્સ્ટેબલ એક મહિલાની સાથે બંધ રૂમમાં અશ્લીલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા એસપી દિનેશ ત્રિપાઠીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે.

આરોપી કોન્સ્ટેબલ કોતવાલી ગંગા ઘાટમાં તૈનાત હતો. કેટલાક મહિના બાદ તેની બદલી ઉન્નાવથી બાંગરમઉ કોતવાલી કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સતત પોતાની નોકરી કરી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. તો વિભાગીય તપાસની સાથે પોલીસની ટીમ આ મહિલાને શોધી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More