Home> India
Advertisement
Prev
Next

પતિ જોડે ઝઘડો થયો તો પત્ની ટાવર પર ચડી ગઈ, પોલીસકર્મીએ જુઓ કેવી રીતે નીચે ઉતારી? Video જોઈને હાજા ગગડી જશે

Viral Video: લગ્ન જીવનમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક આ ઝઘડાના પરિણામ ખતરનાક પણ હોઈ શકે છે. અહીં એક એવી ઘટના ઘટી કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની સીધી હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ. 

પતિ જોડે ઝઘડો થયો તો પત્ની ટાવર પર ચડી ગઈ, પોલીસકર્મીએ જુઓ કેવી રીતે નીચે ઉતારી? Video જોઈને હાજા ગગડી જશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પતિ સાથે ઝઘડો થયો તો પત્ની વીજળીના હાઈ હેન્શન ટાવર પર ચડી ગઈ. એવો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો કે લોકો સ્તબંધ થઈ ગયા. આ ઘટના સોમવારે યમુનાનગરના લાલાપુર પોલીસ મથક વિસ્તારમાં બપોરેના સમયે ઘટી. બસહરા તરહાર ગામની રહીશ વંદના પટેલ અને તેના પતિ ભોલે પટેલ કોઈ વાત ઝઘડી પડ્યા. આ ઝઘડામાં વંદનાને એવો તે ગુસ્સો આવી ગયો કે તે ઘરની પાસે ખેતરમાં વીજળીના ઊંચા હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ. 

fallbacks

પત્નીનો હાઈ વોલ્ટેજ ડ્રામા
ગામવાળાઓએ મહિલાને ટાવર પર ચડતી જોઈ તો ગભરાઈ ગયા. પતિ ભોલા પટેલ સહિત ગામના અન્ય લોકોએ તેને સમજાવવાની ખુબ કોશિશ કરી. પરંતુ પત્ની ટાવર પરથી નીચે ઉતરવા માટે તૈયાર નહતી. હાઈ ટેન્શન ટાવર પર નારાજ પત્નીનો હાઈ વોલ્ટેજ ડ્રામા કલાકો સુધી ચાલ્યો. 

મહિલાને જોઈ પોલીસના પણ હોશ ઉડ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસ અને વીજળી વિભાગના અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે નારાજ વંદનાને નીચે ઉતરવા માટે કહ્યું. પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં. કોઈના પણ સમજાવવાની તેના પર કોઈ અસર થઈ નહીં. આ બધુ જોઈને પોલીસ અને વીજળી વિભાગના કર્મચારીઓના હોશ ઉડી ગયા. તેઓ સમજી નહતા શકતા કે આખરે કરવું શું. ગુસ્સે ભરાયેલી મહિલાને ટાવર પરથી નીચે ઉતારવા માટે પોલીસ અને ગ્રામીણોએ ટાવરની ચારેબાજુ જાળ બીછાવી. ત્યારબાદ પોલીસકર્મીને ટાવર પર ચડાવવામાં આવ્યો. 

પોલીસકર્મી બન્યો સુપરમેન
તે પોલીસકર્મીની હિંમતને ખરેખર દાદ આપવી પડે. જેણે ટાવર પર ચડીને કલાકોની મથામણ બાદ રસ્સીના સહારે ગુસ્સે ભરાયેલી મહિલાને સમજાવીને નીચે ઉતારી. રાહતની વાત એ રહી કે પોલીસકર્મી આ મહિલાને નીચે ઉતારવામાં સફળ રહ્યો. જો કે ટાવર પરથી મહિલાને નીચે લાવવા માટે પોલીસ પ્રશાસને ખુબ જદ્દોજહેમત કરવી પડી. તેમને પરસેવો છૂટી ગયો. કલાકોના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મહિલા ટાવર પરથી નીચે ઉતરી ત્યારે લોકોને જીવમાં જીવ આવ્યો. ટાવર પરથી નીચે ઉતરવા છતાં મહિલા શાંત થઈ નહીં અને તેના પતિ પર આરોપોની હારમાળા સર્જી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More