Home> India
Advertisement
Prev
Next

બાગપતમાં મોટી દુર્ઘટના, મંદિરનો એક હિસ્સો તૂટી પડવાથી 50 શ્રદ્ધાળુઓ દટાયા, 7ના મોત

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ભગવાન આદિનાથના નિર્વાણ લડ્ડુ મહોત્સવ દરમિયાન ઘટેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

બાગપતમાં મોટી દુર્ઘટના, મંદિરનો એક હિસ્સો તૂટી પડવાથી 50 શ્રદ્ધાળુઓ દટાયા, 7ના મોત

યુપીના બાગપત જિલ્લામાં દર્દનાક અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ભગવાન આદિનાથના નિર્વાણ લડ્ડુ મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. માનસ્તંભ પરિસરમાં લાકડાનું ઝાડ પડવાથી 50 શ્રદ્ધાળુઓના દબાઈ જવાના સમાચાર છે. અત્યાર સુધી આ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. અકસ્માતના પગલે ભાગદોડ પણ થઈ. ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. અકસ્માતની સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 

fallbacks

આ અકસ્માત બાગપતના બડૌતમાં આયોજિત જૈન નિર્વાણ મહોત્સવ દરમિયાન થયો. જૈન કોલેજ ફિલ્ડમાં આદિનાથ ભગવાનના નિર્વાણના લાડુ ચડાવવાનો કાર્યક્રમ ચાલુ હતો. આ દરમિયાન દુર્ઘટના ઘટી. મળતી માહિતી મુજબ કાર્યક્રમમાં લાગેલો મચાન સ્ટેજ તૂટવાથી બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સામેલ છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા છે. એસપી અને એડિશનલ એસપી ભારે પોલીસફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે. 

અત્રે જણાવવાનું કે મંગળવારે આદિનાથ ભગવાનનો નિર્વાણ મહોત્સવ ધૂમધામથી મનાવવાની તૈયારીઓ હતી. મહોત્સવ માટે નગરના ગાંધી રોડ સ્થિત 65 ફૂટ ઊંચા માન સ્તંભ પર નિર્વાણ લાડુ ચડાવવા માટે 65 ફૂટ ઊંચો મચાન તૈયાર કરાયો હતો. આ દરમિયાન દર્દનાક દુર્ઘટના ઘટી. ભાગદોડમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. અનેક ઘાયલોને સ્થાનિક લોકોએ ઈ રીક્ષા દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા. અકસ્માત બાદ બાગપત જિલ્લ હોસ્પિટલને એલર્ટ કરાઈ છે. રાહત અને બચાવ કામ ચાલુ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More