Home> India
Advertisement
Prev
Next

Rudraprayag Bus Accident: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈ અલકનંદા નદીમાં ખાબકી

Rudraprayag Bus Accident News: રુદ્રપ્રયાગમાં ઘોલતીરમાં એક મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. 

Rudraprayag Bus Accident: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈ અલકનંદા નદીમાં ખાબકી

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ઘોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ થઈ અલકનંદા નદીમાં ખાબકી. અકસ્માત દરમિયાન લગભગ ચારથી પાંચ લોકો બારીમાંથી કૂદી ગયા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ બસમાં અંદાજિત 18-20 મુસાફરો સવાર હતા. જેમાંથી આઠ લોકોને બહાર કાઢી લેવાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બચાવ ટુકડીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

fallbacks

મળતી માહિતી મુજબ આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર થયો છે. જ્યાં ઘોલતીર પાસે એક બસ બેકાબૂ થઈે અલકનંદા નદીમાં ખાબકી. અકસ્માત સમયે બસ પહાડ પરથી ગગડતી ગગડતી સીધી અલકનંદા નદીમાં પડી. પહાડો પર ખરાબ હવામાન અને વરસાદના કારણે નદીનો પ્રવાહ ખુબ તેજ હતો. અકસ્માત સમયે ચારથી પાચ લોકો બસમાંથી કૂદી ગયા હોવાનું કહેવાય છે જે પહાડીઓ પર અટકેલા છે. આ લોકોને પણ શોધવાની કોશિશ થઈ રહી છે. 

ઘટનાની સૂચના મળતા જ એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને કાઢ્યા છે જ્યારે એકનું મોત થયું છે. નદીના તેજ પ્રવાહના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ સમસ્યા આવી રીહ છે. ઘટના સ્થળે ભારે  ભીડ ભેગી થઈ ગઈ છે. 

વરસાદના કરાણે અલકનંદા નદી બે કાંઠે વહી રહી હતી અને આવામાં મુસાફરો નદીમાં વહી ગયા હોવાની પણ આશંકા છે. ઘટના અંગે જાણકારી આપતા ઉત્તરાખંડ પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ  થઈને અલકનંદા નદીમાં પડી છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ બસમાં 18 લોકો હતા. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More