Home> India
Advertisement
Prev
Next

ટિહરીમાં વાદળ ફાટતા બે લોકોના મોત, રુદ્રપ્રયાગમાં પણ મૂશળધાર વરસાદથી સ્થિતિ વણસી

દેશભરમાં અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ વિસ્તારોમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ ટિહરીમાં શુક્રવારે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટતા બે લોકોના માર્યા ગયા હોવાની માહિતી છે. કહેવાય છે કે મોડી રાતે 2 વાગે ટિહરીના ઘનસાલીના થાતી ગામમાં વાદળ ફાટ્યું. 

ટિહરીમાં વાદળ ફાટતા બે લોકોના મોત, રુદ્રપ્રયાગમાં પણ મૂશળધાર વરસાદથી સ્થિતિ વણસી

રુદ્રપ્રયાગ/ટિહરી: દેશભરમાં અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ વિસ્તારોમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ ટિહરીમાં શુક્રવારે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટતા બે લોકોના માર્યા ગયા હોવાની માહિતી છે. કહેવાય છે કે મોડી રાતે 2 વાગે ટિહરીના ઘનસાલીના થાતી ગામમાં વાદળ ફાટ્યું. 

fallbacks

fallbacks

ઘટના બાદ ગદેરેમાં ભારે કાટમાળના પગલે મુશ્કેલીઓ વધી છે. મળતી માહિતી મુજબ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ કામમાં લાગી છે. 

આ બાજુ રુદ્રપ્રયાગમાં પણ ગુરુવાર રાતથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગના અગસ્તમુનિ શિલી ગામ અને બજારમાં કાટમાળ ફેલાઈ ગયો છે. મૂશળધાર વરસાદના કારણે જિલ્લા પ્રશાસને મોડી રાતથી જ લોકોને ઘરમાં ન રહેવાની સલાહ આપી. અલકનંદા અને મંદાકિની નદીના જળસ્તરમાં વધારો થયો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે 6 ઓગસ્ટના રોજ પણ ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગના મયાલી-ટિહરી રોડ પર વાદળ ફાટ્યું હતું. હવામાન વિભાગે રુદ્રપ્રયાગમાં હજુ પણ થઈ રહેલા ભારે વરસાદના કારણે અલર્ટ જાહેર કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ રુદ્રપ્રયાગમાં વરસાદ ચાલુ રહેશે. પર્વતીય વિસ્તારોમાં ભીષણ વરસાદનો કેર થોડા દિવસ હજુ ચાલુ રહેશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More