બરેલી: ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અરવિંદ પાંડેના પુત્ર અંકુર પાંડનું આજે વહેલી સવારે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. કહેવાય છે કે અંકુર ઘરથી ગોરખપુર એક વિવાહ સમારોહમાં સામેલ થવા માટે નીકળ્યો હતો. બરેલીમાં ફરીદપુર નજીક NH 24 પર તેની કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. આ અકસ્માતમાં તેના એક સાથીનું પણ મોત નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિ કોમામાં સરી પડ્યો છે.
VIDEO: અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો ભારતમાં, PM મોદી સાથે કરી મુલાકાત
મળતી માહિતી મુજબ ગાડી અંકુર પાંડે જ ચલાવતો હતો. બરેલી પાસે ફરીદપુરમાં આમને સામને ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ. આ અકસ્માતમાં અંકુર ગંભીર રીતે ઘવાયો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો. સારવાર દરમિયાન અંકુરનું મોત નીપજ્યું. અકસ્માતમાં અંકુરના એક સાથી મુન્નાનું પણ મોત નીપજ્યું છે. અંકુર પાંડેની સાથે ત્રીજો સાથે પિંકુ યાદવ હાલ કોમામાં છે. બરેલીના સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં દાખલ છે.
જુઓ LIVE TV
અંકુરના મૃતદેહને તેમના નિવાસસ્થાન ગુલરભોજ (ઉધમસિંહ નગર) લાવવામાં આવ્યો છે. મૃતક અંકુર અપરણિત હતો. તેના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને કોંગ્રેસના નેતા હરીશ રાવતે પણ દુ:ખ વ્યક્ત કરતી ટ્વીટ કરી છે.
कैबिनेट मंत्री अरविंद पांडेय जी के पुत्र अंकुर की सड़क हादसे में असमय मृत्यु का बेहद दुःखद समाचार मिला। ईश्वर से कामना करता हूं कि अंकुर की आत्मा को शांति व पांडेय परिवार को इस असहनीय दुःख से उबरने की शक्ति मिले।
— Trivendra Singh Rawat (@tsrawatbjp) June 26, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે