Home> India
Advertisement
Prev
Next

આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ''કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે.

આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

નવી દિલ્હી: ભારતમાં અત્યારે કોરોના વેક્સીન (Vaccine) ખૂબ ઓછી છે. પરંતુ આગામી બે મહિનામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. એમ્સ (AIIMS) ડાયરેક્ટર  રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે આગામી બે મહિનામાં રસી મોટી માત્રામાં ઉપલબ્ધ થઇ જશે કારણ કે વેક્સીન બનાવનાર કંપનીઓ ભારત (India) માં ઉત્પાદન શરૂ કરી દેશે. આ ઉપરાંત બહારથી પણ વેક્સીન આવશે. જોકે રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ એ પણ કહ્યું કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તર પર વેક્સીનની હંમેશા કંઇક ને કંઇક અછત રહેશે.

fallbacks

રણદીપ ગુલેરિયા (Dr Randeep guleria) એ કહ્યું કે ''કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક (Sputnik) નું નિર્માણ ભારતમાં વધુમાં વધુ કરવામાં આવશે. સ્પૂતનિકએ ભારતમાં નિર્માણ માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ ઉપરાંત ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટ પણ નવા પ્લાન્ટ લગાવી રહ્યા છે. જુલાઇ-ઓગસ્ટ સુધી આપણી પાસે મોટી માત્રામાં ડોઝ ઉપલબ્ધ હશે.''

પશ્વિમ બંગાળમાં આવતીકાલથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, ફક્ત જરૂરી સેવાઓ રહેશે ચાલુ

''વેક્સીન માટે પેનિક થવું ઉચિત નહી''
તો બીજી તરફ મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડો નરેશ ત્રેહને કહ્યું કે આજે વેક્સીન માટે પેનિક થવું યોગ્ય નથી. જ્યાં કોરોના હોટસ્પોટ છે ત્યાં 6 અઠવાડિયામાં વેક્સીન લાગવી જોઇએ પરંતુ જ્યાં ઓછા કેસ થઇ રહ્યા છે ત્યાં ડોઝ વચ્ચેનો સમય વધારી શકાય છે. 

તમને જણાવી દઇએ કે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસી (Covid vaccine) નો ડોઝ 18 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા 18,04,29,261 છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 18 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત (India) સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીન (China) ને 119 દિવસ લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More