Home> India
Advertisement
Prev
Next

BTech Chaiwali: ખુદ સુંદર છે 'બીટેક ચાયવાલી', એક પ્યાલી ચા માટે સ્ટોલ પર લાગે છે લોકોની લાઇનો

Famous Chai: બિહારની રહેવાસી વર્તિકા સિંહ બીટેકનો અભ્યાસ કરવા માટે ફરીદાબાદ આવી હતી અને તે હંમેશા પોતાનો બિઝનેસ કરવાનું સપનું જોતી હતી. આ કડીમાં તેણે બીટેક ચાયવાલીના નામથી એક દુકાન ખોલી છે. 

BTech Chaiwali: ખુદ સુંદર છે 'બીટેક ચાયવાલી', એક પ્યાલી ચા માટે સ્ટોલ પર લાગે છે લોકોની લાઇનો

ફરીદાબાદઃ Fridabad New Tea Stall: એકવાર ફરી ચાના શોખીનો  માટે ખાસ સમાચાર છે. એમબીએ ચાયવાલા, મોડલ ચાયવાલા કે ટપરી ચાયવાલા જેવી દુકાનોની અપાર સફળતા બાદ આ કડીમાં માર્કેટમાં વધુ એક ચાયવાલાની એન્ટ્રી થઈ ચુકી છે. પરંતુ આ વખતે ચાયવાલાની નહીં પરંતુ ચાવાળીની એન્ટ્રી થઈ છે. તેનું નામ બીટેક ચાવાળી છે અને તેણે પોતાની દુકાન હરિયાણાના ફરીદાબાદમાં ખોલી છે. 

fallbacks

ફરીદાબાદમાં ખોલી દુકાન
હકીકતમાં આ યુવતીનું નામ વર્તિકા સિંહ છે. સોશિયલ મીડિયા પર સ્વેગ સે ડોક્ટર નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં વર્તિકાએ પોતાની ચાનીદુકાન વિશે જણાવ્યું અને જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બિહારની રહેવાસી વર્તિકા બીટેકની વિદ્યાર્થિની છે. તેણે હરિયાણાના ફરીદાબાદમાં ગ્રીનફીલ્ડની પાસે એક ચાની દુકાન લગાવી છે. તેણે દુકાનનું નામ બીટેક ચાવાળી રાખ્યું છે. 

વર્તિકાએ જણાવ્યું કે તેણે ફરીદાબાદના ગ્રીનફીલ્ડની પાસે આ દુકાન ખોલી છે અને સાંજે 5.30 કલાકથી રાત્રે 9 કલાક સુધી તે પોતાનો સ્ટોલ લગાવે છે. તે હંમેશા ખુદનો બિઝનેસ કરવા ઈચ્છતી હતી. તેથી તેણે પોતાની ડિગ્રી પૂરી થવાની રાહ જોઈ નહીં. તેણે અભ્યાસ કરવાની સાથે બી ટેક ચાવાળી નામથી પોતાનું નવુ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. 

ઘણા યુવા ચાનો સફળ બિઝનેસ કરી રહ્યાં છે
આમ તો તેની દુકાન પર એક પ્યાલી ચા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળે છે પરંતુ હવે તે જોવાનું છે કે વર્તિકા પોતાના બિઝનેસમાં કેટલી સફળ થાય છે. નોંધનીય છે કે દેશભરમાં કોલેજમાં અભ્યાસ કરનાર ઘણા યુવકો ચાનો સફળ બિઝનેસ કરી રહ્યાં છે. એમબીએ ચાયવાલા તેનું એક ઉદાહરણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More