પીલીભીત(મોહમ્મદ તારિક): લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન હવે 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. તેના માટે તમામ ઉમેદવારોએ પ્રચારમાં તેજી લાવી દીધી છે. ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ સુલતાનપુરમાં મુસલમાનોને વોટ માટે ધમકી આપી દીધી છે. ત્યારે હવે તેમના પુત્ર અને પીલીભીત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વરૂણ ગાંધીએ પણ મુસ્લિમ મતદારોને સલાહ આપી દીધી છે.
પીલીભીત લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા વરૂણ ગાંધીએ મુસ્લિમોને સલાહ આપી છે કે, "તમે વોટ આપો કે ન આપો, પરંતુ ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો. વરૂણે અથર નામના એક મુસ્લિમ યુવકને તો ત્યાં સુધી કહી દીધું કે, નાના-મોટા કામ માટે નહીં, પરંતુ તમને દેશના વડાપ્રધાન બનાવીશું."
લોકસભા ચૂંટણીમાં હવે ડિગ્રીનો જંગ, જેટલીએ રાહુલ ગાંધીની ડિગ્રી સામે ઉઠાવ્યા સવાલ
વરૂણે જણાવ્યું કે, તે મુસ્લિમ વિરોધી નથી. તે નામ જોઈને કામ કરતા નથી, પરંતુ લોકોની મજબૂરી જોઈને કામ કરે છે. હિન્દુ હોય કે મુસ્લિમ દરેકનું કામ કરે છે.
વરૂણે જણાવ્યું કે, જે લોકો એમ કહે છે કે, આ લોકો અમારાથી અલગ છે તેઓ સામાજિક અપરાધ કરી રહ્યા છે. આમ કરવું દેશ સાથે ગદ્દારી છે. વરૂણે કહ્યું કે, દેશમાં આજે જે સ્થિતિ છે તેનું કારણ એ છે કે લોકોએ જ લોકોને ઓળખ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે