Peacock Feather Benefits: શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને મોરપંખ ધારણ કર્યું હોવાનું બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત હિંદુ ધર્મના અનુસાર, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇંદ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરપંખ ખૂબ પ્રિય છે. મોરપંખ ફક્ત ઘરની શોભા જ વધારતું નથી, પરંતુ શાસ્ત્રોમાં તેના ઘણા બીજા લાભ પણ બતાવવામાં આવી રહ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં મોરપંખને સુખ-સમૃદ્ધિ અને ધન સાથે જોડીને જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોરપંખ ઘરમાં રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષોનું સમાધાન થઇ જાય છે. જોકે તેના સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
મોરપંખ લગાવવાની યોગ્ય દિશા કઇ
મોરપંખ ઘરે રાખતા પહેલાં આ નિયમ જરૂર જાણી લો. કોઇપણ શુભ અવસર પર જ્યારે પણ મોરપંખ ખરીદીને ઘર લાવ્યા હોય તો તેને ઘરના અગ્નિ દિશા એટલે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આ દિશાને મોરપંખ રાખવા માટે સૌથી સારી ગણવામાં આવે છે. આમ કરવાથી જો ઘરમાં કોઇ પ્રકારની આર્થિક તંગી સમસ્યા છે તો તેનું સમાધાન થશે. આ સાથે જ પરિવારવાળાની પ્રગતિના અન્ય રસ્તા પણ ખુલશે.
Eye Palmistry: આંખો જોઇને જાણી લેશો પાર્ટનરનો મૂડ, તમે આ રીતે જાણી શકો છો કોઇનો પણ સ્વભાવ
કુંડળીમાં છે રાહુ દોષ તો મોર પંખ પાસે રાખો
વાસ્તુના જાણકાર માને છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ છે તો તેને તમારી આસપાસ મોરપંખ જરૂર રાખવું જોઇએ. મોરપંખ ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાના પ્રસારને ઓછી કરે છે અને તેને ઘરમાં રાખવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે.
આવો હોય છે H અક્ષરના નામવાળી છોકરીઓનો સ્વભાવ, જાણો કેવું હોય વ્યક્તિત્વ
લોકરમાં રાખો મોરપંખ
વાસ્તુના જાણકાર કહે છે કે મોરપંખને લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે. તેની સાથે જ આર્થિક તંગીની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે