Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રના હાથમાંથી સરકીને ગુજરાતને મળ્યો લાખો કરોડનો પ્રોજેક્ટ, શરદ પવારે કાઢી હૈયાવરાળ

વેદાંતા-ફોક્સકોન સેમીકન્ડક્ટર યુનિટ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાત આવતા એનસીપી સુપ્રીમો શરદ પવારે એકનાથ શિંદે સરકાર પર હુમલો કર્યો છે. પવારે કહ્યું કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર જવો જોઈતો નહતો. પરંતુ વેદાંતા-ફોક્સકોને હવે ગુજરાતની પસંદગી કરી છે. આથી આ પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્ર પાસે પાછો આવવાની કોઈ આશા નથી.

મહારાષ્ટ્રના હાથમાંથી સરકીને ગુજરાતને મળ્યો લાખો કરોડનો પ્રોજેક્ટ, શરદ પવારે કાઢી હૈયાવરાળ

વેદાંતા-ફોક્સકોન સેમીકન્ડક્ટર યુનિટ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાત આવતા એનસીપી સુપ્રીમો શરદ પવારે એકનાથ શિંદે સરકાર પર હુમલો કર્યો છે. પવારે કહ્યું કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર જવો જોઈતો નહતો. પરંતુ વેદાંતા-ફોક્સકોને હવે ગુજરાતની પસંદગી કરી છે. આથી આ પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્ર પાસે પાછો આવવાની કોઈ આશા નથી. આ પ્રોજેક્ટ 1.54 લાખ કરોડ રૂપિયાનો છે. સેમી કન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતને ફાળે જતા શિવસેના, એનસીપી, અને કોંગ્રેસ એકનાથ શિંદે-ભાજપ સરકાર પર હુમલાવર બન્યા છે. કારણ કે પહેલા આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં લગાવવાનો પ્રસ્તાવ હતો. તેના માટે પૂણે પાસે તાલેગાંવને પસંદ કરાયો હતો. 

fallbacks

પવારે કર્યા પ્રહાર
પવારે કહ્યું કે 'કેન્દ્રનું મહારાષ્ટ્રને એ ભરોસો અપાવવો કે તેને વેદાંતા-ફોક્સકોન સેમીકન્ડક્ટર પ્રોજેક્ટની સરખામણીએ એક મોટો પ્રોજેક્ટ મળશે, તે 'એક બાળકને સમજાવવાની કોશિશ' જેવું છે. તેમણે કહ્યું કે આ મોટા પ્રોજેક્ટને મૂળ રીતે પુણે શહેર પાસે તાલેગાંવમાં લાવવાની તૈયારી  હતી જેમાં પહેલેથી જ ચાકન પાસે ઓટોમોબાઈલ ક્ષેત્ર સંલગ્ન ઈન્ડસ્ટ્રી છે. પવારે કહ્યું કે જો તાલેગાંવમાં પ્લાન્ટ લાગત તો આ કંપની (વેદાંતા-ફોક્સકોન) માટે પણ સારુ હોત.'

AAP પર મોટું સંકટ! રાજકોટમાં આપેલા નિવેદન પર ઘેરાયા અરવિંદ કેજરીવાલ, ચૂંટણી પંચને રજૂઆત

પવારે કહ્યું, 'પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્રના હાથમાંથી નીકળી ચૂક્યો છે અને તેમના પાછા આવવાની કોઈ શક્યતા નથી. આથી તેમના વિશે વાત કરવાનો કોઈ ફાયદો નથી. પરંતુ આવનારા પ્રોજેક્ટ્સને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રોકાણકારો માટે સારો માહોલ બનાવવો જોઈએ.'

શું છે  આ પ્રોજેક્ટ
અનિલ અગ્રવાલની વેદાન્તા લિમિટેડ અને તાઈવાનની કંપની ફોક્સકોને મંગળવારે ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઈન કર્યો હતો. જે હેઠળ 1.54 લાખ કરોડનું રોકાણ કરીને રાજ્યમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે FAB મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવામાં આવશે. એમઓયુ મુજબ વેદાન્તા-ફોક્સકોન ગ્રુપ ગુજરાતમાં 95,500 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ડિસ્પ્લે FAB યુનિટ લગાવશે જ્યારે 60,000 કરોડના રોકાણથી ઈન્ટીગ્રેટેડ સેમીકન્ડક્ટર FAB યુનિટ અને OSAT ફેસિલિટી ગુજરાતમાં લગાવવામાં આવશે. આ બે એમઓયુથી 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને રાજ્યના લોકો માટે એક લાખ નવી રોજગારી પેદા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More