Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક પહોંચી આરક્ષણની આગ, વીરશૈવ લિંગાયતોએ મરાઠાઓની રીત પર માગી અનામત

કર્ણાટક વિધાનસબા ચૂંટણી પહેલા કોંગ્રેસે લિંગાયત સમુદાયને અલગ ધાર્મિક લઘુમતીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તેનો તેમને ચૂંટણીમાં પણ ફાયદો મળ્યો અને વર્તમાનમાં કોંગ્રેસ-JDSની પ્રદેશમાં સરકાર છે.

કર્ણાટક પહોંચી આરક્ષણની આગ, વીરશૈવ લિંગાયતોએ મરાઠાઓની રીત પર માગી અનામત

કલબુર્ગી: કર્ણાટકના કલબુર્ગીમાં વિરશૈવ લિંગાયત સમાજના લોકોએ જિલ્લા કમિશ્નર ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે. વિરશૈવ લિંગાયત સમાજના લોકો મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની રીત પર તેમના માટે આરક્ષણની માગ કરી રહ્યાં છે. જણાવી દઇએ કે, કર્ણાટક વિધાનસબા ચૂંટણી પહેલા કોંગ્રેસે લિંગાયત સમુદાયને અલગ ધાર્મિક લઘુમતીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તેનો તેમને ચૂંટણીમાં પણ ફાયદો મળ્યો અને વર્તમાનમાં કોંગ્રેસ-JDSની પ્રદેશમાં સરકાર છે.

fallbacks

લિંગાયતને અલગ ધાર્મિક માન્યતા આપવાના મુદ્દા પર લિંગાયતમાં અંદર જ વિરોધ શરૂ થાય રહ્યો છે. લિંગાયત સમાજના લોકોને અલગ ધાર્મિક માન્યતાનું સમર્થન કર્યું છે. જ્યારે વીરશૈવ લિંગાયતે તેનો વિરોધ કર્યો છે. વીરશૈવ લિંગાયત પોતાને વધારે હિન્દુ માને છે. એટલા માટે તેઓ મરાઠા આંદોલનની રીત પર આરક્ષણ આપવાની માગ કરી રહ્યાં છે.

વધુ વાંચો: હિન્દુ બહુમતીવાળા ગામમાં પંચ તરીકે ચૂંટાયો એકમાત્ર મુસ્લિમ પરિવારનો શખ્સ

કર્ણાટકમાં લિંગાયતોની આબાદી લગભગ 17 ટકા છે. રાજકિય વિચારણાઓથી અહીંયા સરકાર બનાવવા માટે લિંગાયતની મોટી ભૂમિકા છે. જેવું કહેવામાં આવી રહ્યું છે કે લિંગાયતને અલગ ધાર્મિક માન્યતા આપી તેમને આરક્ષણ આપવામાં આવશે તેનો વીરશૈવ લિંગાયત વિરોધ કરી રહ્યાં છે. જો તેમને વર્તમાનમાં કોઇ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે તો તે કેટેગરીના લોકો એક નવું આંદોલન શરૂ કરી શકે છે.

વાત જો મરાઠા આંદોલનની કરીએ તો મહારાષ્ટ્ર પછાત કમિશને રાજ્ય સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. જાણકારી અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતિને જોઇને તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને આપવામાં આવતા આરક્ષણમાં છેડછાડ કર્યા વગર, મરાઠા સમુદાયની શિક્ષા અને સરકારી નોકરિઓમાં આરક્ષણની માગને પક્ષમાં સૂચનો આપવામાં આવ્યા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More