Home> India
Advertisement
Prev
Next

દર્શકોને પેટ પકડીને હસાવનાર અભિનેતા કાદર ખાન હવે નથી રહ્યા, દીકરાએ આપ્યા નિધનના સમાચાર

 દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયતથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડનારા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. 

દર્શકોને પેટ પકડીને હસાવનાર અભિનેતા કાદર ખાન હવે નથી રહ્યા, દીકરાએ આપ્યા નિધનના સમાચાર

નવી દિલ્હી : દમદાર અવાજ, જબરદસ્ત ડાયલોગ અને ઉત્કૃષ્ઠ અભિનયતથી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડનારા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ગત કેટલાક દિવસોથી બહુ બીમાર હાત. કાદર ખાનના દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, કાદર ખાનના દીકરા સરફરાજે આ વાતની પુષ્ટિ કરી છે કે, કાદર ખાનનું નિધન થયું છે. કાદર ખાનના નિધનથી બોલિવુડ જગત શોકમાં ડુબ્યુ છે. 

fallbacks

fallbacks

કાદર ખાન ગંભીર રીતે બીમાર થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 81 વર્ષના હતા. તબીબોએ કહ્યું હતું કે, તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર (પીએસપી)ના શિકાર થયા હતા. આ કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કર્યું હતું.

અધૂરી રહી ગઈ હતી કાદર ખાનની આ ઈચ્છા, જેમાં હતું બિગ-બીનું નામ

હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે થયેલી વાતચીતમાં કાદર ખાનના દીકરા સરફરાજે જણાવ્યું હતું કે, પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડરને કારણે કાદર ખાનની મગજથી થતી તેમની તમામ હરકતો પર પ્રભાવ પડી રહ્યો હતો. આ સાથે જ તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે તેમનામાં નિમોનિયાના લક્ષણ પણ દેખાયા હતા. છેલ્લાં 5-6 દિવસથી તેઓ કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.

fallbacks

ઉલ્લેખનીય છે કે, એક સમયે ઉમદા એક્ટરોમાં સામેલ કાદર ખાન અંદાદે 10 વર્ષથી સિલ્વર સ્ક્રીન અને ગ્લેમર વર્લ્ડની દુનિયાથી દૂર રહ્યા હતા. તેઓ અનેક વર્ષોથી પોતાના દીકરા અને વહુ સાથે કેનેડામાં રહેતા હતા. તો સાથે જ ત્યાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. કાદર ખાને 1973માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સતત 300થી વધુ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહિ, અભિનયતની સાથે તેમણે 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ પણ લખ્યા હતા. 

...જ્યારે કાદર ખાનના અભિનયથી ઈમ્પ્રેસ થઈને દિલીપ કુમારે આપી હતી ‘મોટી ઓફર’

કાદર ખાને 2014માં બીમાર હોવા છતા મક્કા મદીના જઈને હજની પવિત્ર યાત્રા કરી હતી. તે દરમિયાન તેમની અનેક તસવીરો મીડિયા સામે આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More