Home> India
Advertisement
Prev
Next

Congress leader અને પૂર્વ કેંદ્રીય મંત્રી કેપ્ટન સતીશ શર્માનું નિધન

દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે નિધન થઇ ગયું. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અંગત ગણાતા હતા. તેમના નિધન પર ઘણા રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું છે. 

Congress leader અને પૂર્વ કેંદ્રીય મંત્રી કેપ્ટન સતીશ શર્માનું નિધન

નવી દિલ્હી: દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે ગોવામાં નિધન થઇ ગયું. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અંગત ગણાતા હતા. તેમના નિધન પર ઘણા રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું છે. સતીશ શર્મા રાયબરેલી અને અમેઠીથી સાંસદ પણ રહ્યા. 1993 થી 1996માં કેંદ્રમાં પેટ્રોલિયમ મંત્રી હતા. 

fallbacks

કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ટ્વીટ કરીને લખ્યું- કેપ્ટન સતીશ શર્માના નિધન વિશે સાંભળીને દુખી છું. પોતાના નાના સાથીઓ માટે તેમનો વ્યવહાર હંમેશા પ્રોત્સાહિત કરનાર રહ્યો. તેમને યાદ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 

રાયબરેલીથી 1957માં પહેલીવાર ફિરોજ ગાંધી કોંગ્રેસની સીટ પર જીતીને લોકસભા પહોંચ્યા હતા, પરંતુ 1967માં ઇન્દીરા ગાંધીની જીત બાદ આ સીટ ચર્ચામાં આવી. રાયબરેલી લોકસભા સીટ પર 1996 અને 1998 માં ભાજપના અશોક સિંહ પહેલીવાર કમલ ખિલાવવામાં સફળ થયા હતા, પરંતુ કોંગ્રેસના ગઢમાં ત્યારબાદ ભાજપ વાપસી કરી શકી નહી. 1999માં કેપ્ટન સતીશ શર્માએ કોંગ્રેસની વાપસી કરાવતાં શાનદાર જીત નોંધાવી હતી. ત્યારબાદથી સોનિયા ગાંધી આ સીટ પરથી સાંસદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More