નવી દિલ્હીઃ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Vice President Venkaiah Naidu) કોરોનાથી સંક્રમિત થયા છે. ઉપ રાષ્ટ્રપતિની ઓફિસ તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે, તેમની તબીયત સારી છે. તેમને એસિમ્પટોમેટિક છે. તેઓ હોમ ક્વોરેન્ટાઇન રહેશે.
Vice President Venkaiah Naidu has tested positive for COVID-19. pic.twitter.com/NntGElGwZf
— ANI (@ANI) September 29, 2020
મંગળવારે સવારે તપાસ માટે તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી, તેથી તેમને એસિમ્પટોમેટિક દર્દી માનવામાં આવી રહ્યાં છે. તેમને ડોક્ટરોએ હોમ ક્વોરેન્ટાઇન થવાની સલાહ આપી છે. તો તેમના પત્ની ઉષા નાયડૂનો રેપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ પણ સેલ્ફ આઇસોલેશનમાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે