Home> India
Advertisement
Prev
Next

12 વર્ષની છોકરી ડાન્સ કરતા કરતા મોતને ભેટી, VIDEO જોઈને હક્કાબક્કા રહી જશો

: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના કાંદીવલી વિસ્તારમાં આયોજિત એક ડાન્સ કોમ્પિટિશનમાં પરફોર્મન્સ કરી રહેલી એક છોકરીનું સ્ટેજ ઉપર જ મોત થઈ ગયું.

12 વર્ષની છોકરી ડાન્સ કરતા કરતા મોતને ભેટી, VIDEO જોઈને હક્કાબક્કા રહી જશો

મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના કાંદીવલી વિસ્તારમાં આયોજિત એક ડાન્સ કોમ્પિટિશનમાં પરફોર્મન્સ કરી રહેલી એક છોકરીનું સ્ટેજ ઉપર જ મોત થઈ ગયું. 12 વર્ષની આ છોકરી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે જ કાળનો કોળિયો બની ગઈ. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે બાળકી ડાન્સ કરવાની શરૂઆત કરે છે અને થોડી સેકન્ડમાં જ સ્ટેજ પર પડી જાય છે. પહેલા તો લોકોને એમ લાગે છે કે આ  કોઈ ડાન્સ સ્ટેપ છે પરંતુ જ્યારે તે ઉઠતી નથી ત્યારે એક છોકરી તેની નજીક જાય છે અને તે તેને ઉઠાવવાની કોશિશ કરે છે. પરંતુ છોકરી ઉઠતી નથી. 

fallbacks

પોલીસના જણાવ્યાં મુજબ કાંદીવલી પશ્ચિમના લાલજી પાડામાં ગત 23 નવેમ્બરથી ચાલી રહેલા CM ચષક નામના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે ડાન્સ કાર્યકર્મ ચાલી રહ્યો હતો. આ દરમિયાન 12 વર્ષની એક છોકરી અનિશા શર્મા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. અનિશાએ જેવો ડાન્સ કરવાનું શરૂ કર્યું કે અચાનક તે સ્ટેજ પર પડી ગઈ. 

અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ડોક્ટરોએ ચેકઅપ બાદ તેને મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે અનિશા શર્મા કાંદીવલીની રહીશ હતી અને તે 7માં ધોરણમાં ભણતી હતી. ભણવાની સાથે તેને ડાન્સનો પણ શોખ હતો. હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ જ જાણવા મળી શકશે કે તેનું મોત કયા કારણથી થયું. હાલ પોલીસે મામલો નોંધીને તપાસ હાથ ધરી છે. 

કાર્યક્રમના આયોજક કમલેશ યાદવે કહ્યું કે છોકરી અચાનક ડાન્સ શરૂ થતા જ સ્ટેજ પર પડી ગઈ. ત્યાં હાજર લોકો  કશું સમજી શક્યા નહીં. કમલેશે જણાવ્યું કે બીજા પ્રતિસ્પર્ધિઓ સાથે વાત થઈ છે કે અનિશા તેના પરફોર્મન્સ પહેલા કોઈ પ્રકારના દબાણમાં તો નહતી ને. પરંતુ એવી કોઈ વાત સામે આવી નથી. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More