Home> India
Advertisement
Prev
Next

પુલવામા એટેકના ગણતરીના કલાકો પહેલા જવાને કહ્યું હતું-'પૈસા માટે નથી કરતા નોકરી'

પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના નારાયણ લાલ ગુર્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. નારાયણ લાલ ગુર્જરે આ વીડિયો પોતાની ડ્યૂટી પર પાછા ફરતા પહેલા બનાવ્યોહતો. વીડિયોમાં તેઓ સૈનિકોને પરેશાન કરનારા અથવા તો આતંકીઓ માટે જ જાણે તેઓ ઈશારો કરી રહ્યાં છે અને જનતાને અપીલ કરતા દેખાય છે કે તેઓ આ પ્રકારે સૈનિકોને પરેશાન કરનારાઓને પાઠ ભણાવે. 

પુલવામા એટેકના ગણતરીના કલાકો પહેલા જવાને કહ્યું હતું-'પૈસા માટે નથી કરતા નોકરી'

જયપુર: પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના નારાયણ લાલ ગુર્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. નારાયણ લાલ ગુર્જરે આ વીડિયો પોતાની ડ્યૂટી પર પાછા ફરતા પહેલા બનાવ્યોહતો. વીડિયોમાં તેઓ સૈનિકોને પરેશાન કરનારા અથવા તો આતંકીઓ માટે જ જાણે તેઓ ઈશારો કરી રહ્યાં છે અને જનતાને અપીલ કરતા દેખાય છે કે તેઓ આ પ્રકારે સૈનિકોને પરેશાન કરનારાઓને પાઠ ભણાવે. 

fallbacks

પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નારાયણ લાલ ગુર્જર કહે છે કે કેટલાક લોકો મારું સુખ ચેન છીનવવાની કોશિશ કરી રહ્યાં છે. આથી હું વિનંતી કરું છું કે જે પ્રકારે અમે ઉગ્રવાદીઓ સામે ઝઝૂમી રહ્યાં છીએ તે જ રીતે તમે પણ  તેમને શોધો. તેમણે આગળ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષોથી અમે અમારા અનેક સાથીઓને ગુમાવ્યાં છે. 

તેમણે કહ્યું કે તમામ દેશવાસીઓ જાણે છે કે અમે અહીં શું કામ કરીએ છીએ. જો તમને લાગે છે કે અમે આ કામ પૈસા માટે કરી રહ્યાં છીએ તો પણ તમે પોતાની જાતને એ સવાલ કરો અને અમારી સાથે તે લોકોને શોધવામાં મદદ કરો. પોતાના અંગે વાત કરતા નારાયણ બોલ્યા કે હું છેલ્લા 15 વર્ષથી સેનામાં છું. જેમાંથી 9 વર્ષ જમ્મુ અને કાશ્મીરમાં પસાર થયાં. તેમણે કહ્યું કે આ અમારી ડ્યૂટી છે. અમારું કામ છે. તેનાથી હું જરાય પરેશાન નથી. પરંતુ કેટલાક લોકો મારું સુખ ચેન છીનવવાની કોશિશ કરી રહ્યાં છે. 

પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'

અત્રે જણાવવાનું કે ગુરુવારે થયેલા આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 44 જેટલા જવાનો શહીદ થયા. અનેક ઘાયલ થયા છે. જૈશના એક આત્મઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં સીઆરપીએફની એક બસમાં વિસ્ફોટકો ભરેલા વાહનથી ટક્કર મારી. આ ટક્કર એટલી ઘાતક અને ભીષણ હતી કે તેમાં 44 જવાનોએ જીવ ગુમાવ્યાં.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More