નવી દિલ્હી/રૂદ્રપ્રયાગઃ 6 મિહનાના શિયાળા બાદ ગુરૂવારે (9 મે)ના રોજ બાબા કેદારનાથે પોતાના ભક્તોને પ્રથમ દર્શન આપ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે 5.35 કલાકે ભગવાન કેદારનાથના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા છે, કપાટ ખુલતાની સાથે જ બહાર ઉભેલા શ્રદ્ધાળુઓએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા, હવે આગામી 6 મહિના સુધી ભગવાન ભોળાનાથની અહીં પૂજા થશે.
કપાટ ખુલવાના સમયે દેશ-વિદેશી આવેલા શ્રદ્ધાળુઓ અને અધિકારીઓ હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બ્રાહ્મવેળા પહેાલ મંદિર સમિતિએ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તૈયારીઓ પૂરી કરી લીધી હતી.
#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) May 9, 2019
બાબા કેદારનાથની ઉત્સવ ડોલીને મુખ્ય પુજારી કેદાર લિંગ દ્વારા ભોગ લગાવાની સાથે જ રોજિંદી પૂજા કરવામાં આવી હતી. ત્યાર પછી ભગવાન ભોળાનાથીની ડોલીને સજાવટ કરાઈ હતી.
કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પુજારીઓ અને શ્રદ્ધાળુઓની હાજરીમાં કપાટ પર વૈદિક પરંપરાઓ અનુસાર મંત્રોચ્ચારણ કરાયું હતું. ત્યાર બાદ બરાબર સવારે 6.00 કલાકે ભક્તો માટે મુખ્ય કપાટ ખોલવામાં આવ્યા હતા.
બાબા કેદારનાથ ધામને મંદિર સમિતિ દ્વારા ગલગોટા અને અન્ય પ્રકારના લગભગ 15 કુંતલ ફૂલોથી સજાવાયું છે. હવે આગામી છ મહિના સુધી ભક્તો અહીં બાબા કેદારનાથના દર્શન કરી શકશે.
ભારે હિમવર્ષા થઈ હોવા છતાં અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. સેનાની જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીની બેન્ડની ધૂનોએ કેદારનાથના વાતાવરણને ભોળાનાથના જયકારા સાથે ગુંજવી નાખ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે