વિજય ભારદ્વાજ, બિલાસપુર: હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જનસમસ્યાઓને ઉકેલવા માટે એક જ મંચ પર ભેગા થયેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આપસમાં જ ભીડી ગયાં. બંને નેતાઓ વચ્ચે તુતુ મેમે થઈ. જેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. ભરી સભામાં આ બંને પાર્ટીઓના નેતાઓ એકબીજાને ટોણા મારી રહ્યાં હતાં અને સામે બેઠેલી જનતા તેમનું હૂટિંગ કરી રહી હતી.
નૈનૈદેવી જિલ્લાના હલ્કેની વિભિન્ન પંચાયતોની જનસમસ્યાઓને ઉકેલવા હેતુ રાજકીય વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલય દયોથમાં આયોજિત આ જનમંચનો કાર્યક્રમ યુદ્ધનું મેદાન બની ગયુ હતું.
#WATCH Himachal Pradesh: An argument broke out between state BJP spokesperson, Randhir Sharma and Congress legislator Ram Lal Thakur in Bilaspur, over alleged misuse of budgetary provisions on roads & national highways. (08.09) pic.twitter.com/cxguYOIoy7
— ANI (@ANI) September 9, 2019
ચંડીગઢ-મનાલી એનએચ-205ના બજેટને લઈને નૈનૈદેવીના કોંગ્રેસ ધારાસભ્ય રામલાલ ઠાકુર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય રણધીર શર્મા વચ્ચે આ તૂતૂ મેમે કેબિનેટ મંત્રી સરવીણ ચૌધરીની સામે જ થઈ હતી. જેને લઈને પછી કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓએ ખુબ હૂટિંગ પણ કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે