Home> India
Advertisement
Prev
Next

VIDEO: ન્યૂક્લિયર ટેસ્ટ બાદ વાજપેયીનું ઐતિહાસિક ભાષણ જેને વિપક્ષે પણ એક ધ્યાન થઇ સાંભળ્યું

વડાપ્રધાન રહેવા દરમિયાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે પરમાણુ પરિક્ષણ કરાવ્યું તો વિશ્વએ તેને નકારી દીધું, પરંતુ તેમના જ કારણે ભારત એક પરમાણુ શક્તિ છે

VIDEO: ન્યૂક્લિયર ટેસ્ટ બાદ વાજપેયીનું ઐતિહાસિક ભાષણ જેને વિપક્ષે પણ એક ધ્યાન થઇ સાંભળ્યું

નવી દિલ્હી : સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે નથી રહ્યા. વાજપેયીએ દિલ્હીમાં એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ બુધવારે જીવન રક્ષણ પ્રણાલી પર હતા. ભારતીય જનતા પાર્ટીનાં 93 વર્ષીય દિગ્ગજ નેતાને કિડની ટ્રેક્ટ ઇન્ફેક્શન, યૂરિનરી ટ્રેફ્ટ ઇંફેક્શન, પેશાબ આવવામાં સમસ્યા અને છાતી જકડાઇ ગયાની ફરિયાદ બાદ 11 જુને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીની ઓળખ તેમની દૂરદ્રષ્ટી માટે થાય છે. તેમણે પોતાના વડાપ્રધાન રહેલા જ્યારે પરમાણુ પરિક્ષણ કરાવ્યું તો વિશ્વએ તેને નકારી દીધું, જો કે તેમનાં આ જ નિર્ણયના કારણે આજે ભારત હવે એક મોટી પરમાણુ શક્તિ બની ચુકી છે. 
સાડા 7 મિનિટ સુધી વિપક્ષ સાંભળતો રહ્યો.

fallbacks

1998માં થયેલા પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટ બાદ હવે આર્થિક મોર્ચા પર વાજપેયી સરકારને ઝટકો લાગ્યો. અર્થવ્યવસ્થા નબળી પડીને 7.8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગઇ. વિશ્વનાં શક્તિશાળી દેશોએ ભારત આર્થિક પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ પણ અટલ બિહારી વાજપેયી પોતાનાં નિર્ણય પર અડગ રહ્યા. તેમણે સંસદમાં વિપક્ષની આલોચનાનો જવાબ આપ્યો. આશરે સાડા 7 મિનિટ સુધી જ્યારે અટલ બિહારી વાજપેયીએ ભાષણ આપ્યું તો સમગ્ર વિપક્ષ ચુપચાપ સાંભળતા રહી ગયા. અટલજીએ સંસદમાં પોખરણ મુદ્દે જવાબ આપ્યો. 

આત્મરક્ષાની તૈયારી
સંસદમાં બોલતા તેમણે કહ્યું કે, પરમાણુ પરિક્ષણની આલોચના કરવામાં આવી. તેઓ ખુબ જ દુખી છે. 1974માં જ્યારે સદનમાં હતો અને ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં પરિક્ષણ કરવામાં આવ્યું તો તેમણે તેનું સમર્થન કર્યું હતું. કારણ કે આ દેશના સંરક્ષણ સાથે જોડાયેલો મુદ્દો હતો. તેમણે કહ્યું કે, આત્મરક્ષાની તૈયારીઓ ત્યારે થશે, જ્યારે ખતરામાં હોય. શું ખતરો આવતા પહેલાની તૈયારી કરી લેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, 50 વર્ષ સુધીનો આપણો અનુભવ શું જણાવે છે. શું સંરક્ષણ મુદ્દે આપણે આત્મ નિર્ભર ન થવું જોઇએ. 

ઘણો સમય લગાવી દીધો
આગળ કહ્યું કે, GDP અને મોંઘવારીના આંકડાઓ વચ્ચે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ન્યૂક્લિયર ટેસ્ટનાં પોતાનાં નિર્ણયથી પાછળ નથી હટ્યા. તેમણે સંસદમાં ન્યૂક્લિયર ટેસ્ટથી  મોટા આર્થિક પડકારો પર કહ્યું કે, આપણે ઘણો સમય લગાવી દીધો. આ ટેસ્ટના કારણે મોટા આર્થિક પડકારો અંગે કહ્યું કે આપણે ઘણુ મોડુ કરી દીધું છે. આ ટેસ્ટ ઘણો વહેલો થઇ જવો જોઇતો હતો. અટલ બિહારી વાજપેયી તે જ વ્યક્તિ જેમણે કોંગ્રેસનાં 1991-1996નાં કાર્યકાળમાં પણ ન્યૂક્લિયર ટેસ્ટ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે અમેરિકાના દબાણને પગલે એવું થઇ શક્યું નહોતું. 

મર્યાદા ક્યારે પણ વળોટી નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયી પોતાનાં વિરોધીઓ પર તીખા હૂમલા કરતા હતા, જો કે ક્યારે પણ શબ્દોની મર્યાદા તોડી નહોતી. આમ કહીએ તો વાજપેયીનાં સમયમાં રાજનીતિક શબ્દોની મર્યાદા ખુબ જ સભ્ય હતી. એક વખત સોનિયા ગાંધીએ નેતા વિપક્ષ હોવાનાં કારણે અંગ્રેજીમાં આકરા શબ્દોમાં એનડીએ સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ વાજપેયીએ ગુસ્સામાં આવીને તેમને કહ્યું હતું કે મતભેદને વ્યક્ત કરવા માટે આવા શબ્દ પ્રયોગ કરવા યોગ્ય નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More