Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીએ કહ્યું "મસુદ અઝહરજી", ભાજપે કહ્યું તમારી ભાષા પાકિસ્તાન જેવી

અજીત ડોવાલ પર નિશાન સાધતા સાધતા તેમણે આતંકવાદી મસુદ અઝહરને જીવ લગાવીને સંબોધિત કર્યા બાદ વિવાદ

રાહુલ ગાંધીએ કહ્યું

નવી દિલ્હી : ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપોનો વરસાદ  ચાલુ થઇ ચુક્યું છે. દિલ્હીમાં કોંગ્રેસનાં કાર્યકર્તાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ એર સ્ટ્રાઇકનાં જવાબમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, અજિત ડોવાલ પોતે મસુદ અઝહરને હવાઇ જહાજમાં બેસાડીને કંધાર લઇને ગયા હતા. જો કે તેઓ અહીં તેમણએ એક ભુલ કરી બેઠા હતા. તેમણે આતંકવાદી મસુદ અઝહરનાં નામ સાથે જી લગાવીને સંબોધિત કર્યું. ભાજપે હવે તેમનો આ વીડિયો શેર કરી તેમના પર નિશાન સાધ્યું છે. 

fallbacks

આ સાથે જ #RahulLovesTerrorists પર ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો, રાહુલ ગાંધી અને પાકિસ્તાનમાં શું કોમન છે. બંન્ને આતંકવાદીઓને પ્રેમ કરે છે. તે અગાઉ પણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઓસામા બિન લાદેનને પણ જી કહીને સંબોધિત કર્યા હતા. હવે કોંગ્રેસ રાહુલ ગાંધીના આ નિવેદનનો બચાવ કરી રહ્યા છે. 

અગાઉ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઓસામા બિન લાદેનને પણ જી કહીને સંબોધિત કર્યા હતા. હવે કોંગ્રેસ રાહુલ ગાંધીના આ નિવેદનનો બચાવ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ નિવેદનને શરમજનક ગણાવ્યો હતો. 

હવે નિશ્ચય કરવાનો છે કે ગાંધીનું હિન્દુસ્તાન જોઇએ કે ગોડસેનું: રાહુલ
રાહુલ ગાંધીએ સોમવારે ભાજપ અને આરએસએસ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો અને કહ્યું કે, લોકોએ નક્કિ કરવાનું છે કે તેમને ગાંધી હિન્દુસ્તાન જોઇએ કે પછી ગોડસેનું હિન્દુસ્તાન જોઇએ. તેમણે આ આશા પણ વ્યકત કરી કે આ લોકસભા ચૂંટણી બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ સરકાર બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ગાંધીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા દેશમાં એક ચોકીદાર આવ્યો અને કહ્યું કે, હું ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડવા માટે આવ્યો છું અને મારી 56ની છાતી છે. હવે કોઇ ને પણ પુછી લો કે ચોકીદાર શું છે તો તેઓ કહી દેશે કે ચોકીદાર ચોર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની કમાલ છે કે તમે લોકો દેશનાં દરેકે દરેક ખુણામાં સત્ય પહોંચાડી દેતું હોય. 

રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, અમે કેટલાક સવાલો કર્યા છે. ચોકીદાર સંસદમાં ડોઢ કલાક બોલ્યા, પરંતુ અનિલ અંબાણી અંગે ન બોલ્યા. વડાપ્રધાન આંખથી આંખ મિલાવી નહી શકે. તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલા ત્રણ પ્રદેશોમાં ચૂંટણી થશે. અમે બે દિવસમાં આ કામ કરી દીધું. ગાંધીએ કહ્યું કે, પુલવામા હુમલાનો જૈશ એ મોહમ્મદે કર્યું. તેમની ગત્ત સરકારે મસુદ અઝહરને જેલ છોડ્યું.  કોંગ્રેસે બે વડાપ્રધાન ગુમાવ્યા છે. અમે કોઇની સામે નથી ઝુકતા. તેમણે કહ્યું કે, તમે નિશ્ચિય કે તમે ગાંધીનુ હિન્દુસ્તાન ઇચ્છો છો કે ગોડસેનું હિન્દુસ્તાન ? એક તરફ પ્રેમ છે અને બીજી નફરત છે. ગાંધીએ દાવો કર્યો કે 2019માં કોંગ્રેસની સરકાર આવવાની છે. અમે નિર્ણય લઇ ચુક્યા છે કે અને લઘુત્તમ આવક ગેરેન્ટી આપીશું.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More