નવી દિલ્હી: એક ખુબ જ ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ફ્લાઈઓવરથી સીધી નીચે રોડ પર પડતી જોવા મળી રહી છે. આ ઘટના હૈદરાબાદના ગચીબોલી વિસ્તારની છે જ્યાં હાલમાં જ ઓપન થયેલા બાયોડાયવર્સિટી ફ્લાઈઓવરથી એક કાર સીધી નીચે ખાબકે છે. આ ઘટના શનિવારના રોજ બપોરે એક વાગ્યાની છે.
જુઓ VIDEO
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પેડેસ્ટ્રિયન પર ચાલી રહ્યાં છે. તેની વચ્ચે એક ફોક્સવેગન જીટીઆઈ કારનો પડછાયો જોવા મળે છે. કેટલાક લોકો તેને હવામાં જોઈને છૂપવાની કોશિશ કરે છે. ત્યારબાદ તે જમીન પર પટકાય છે અને લોકો ભાગતા જોવા મળી રહ્યાં છે.
એક બીજા એંગલથી જોવા મળે છે કે કાર રસ્તા પર બે કારો અને પેડ વચ્ચે ઘૂસી ગઈ હતી. કદાચ કાર કોઈ રોડ ટ્રાફિકના સાઈનથી ટકરાવવાના કારણે તે ઉખડીને દૂર પડતું જોવા મળે છે. કેટલાક લોકો પહેલા ભાગે છે અને ત્યારબાદ કેટલાક લોકો એક્સિડન્ટ સાઈટ પર એપ્રોચ કરતા જોવા મળે છે.
જુઓ LIVE TV
પોલીસનું કહેવું છે કે કારની સ્પીડ ખુબ હતી. જેના કારણે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો. નીચે એક મહિલા ઊભી હતી જે ઓટોની રાહ જોતી હતી. કાર પડતા તેની નીચે દબાઈને મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. મીડિયા રિપોર્ટ મુજબ કારના ડ્રાઈવરનું નામ મિલન છે. એરબેગ્સના કારણે યુવક તો બચી ગયો. પણ મહિલાએ જીવ ગુમાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે