નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પાર્ટીના બળવાખોર નેતા કપિલ મિશ્રાએ રવિવારે નિશાન સાધ્યું હતું. કપિલ મિશ્રાએ એક વીડિયો ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે હવે કેજરીવાલનો સત્ય સામે સામનો થઈ રહ્યો છે. હવે જનતા કેજરીવાલના મોઢા પર ખુલીને સત્ય બોલી રહી છે. આ વખતે મત પીએમ મોદીને આપશે.
प्लेन में बैठे केजरीवाल का सच से सामना
अब जनता केजरीवाल के मुंह पर खुलकर सच बोल रही हैं - इस बार वोट मोदी को
Enjoy... pic.twitter.com/UGmcymOJyV
— Chowkidar Kapil Mishra (@KapilMishra_IND) April 14, 2019
હકીકતમાં કપિલ મિશ્રાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં અરવિંદ કેજરીવાલ પ્લેનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાસેની સીટ પર બેઠેલી એક વ્યક્તિ કેજરીવાલને કહી રહી છે કે લોકસભામાં આ વખતે કમળ ખિલશે. જ્યારે કેજરીવાલની સાથે બેઠેલ વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક જુઓ. જેના પર વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક દેખાય છે તો ખરા પરંતુ બધા બંધ પડ્યા છે. કોઈ વર્કિંગ કંડિશનમાં નથી. હું મુખ્યમંત્રી કેજરીવાલને સાચુ કહી રહ્યો છું કે કોઈ પણ મોહલ્લા ક્લિનિક ચાલુ હાલતમાં નથી.
દિગ્વિજય સિંહને સરળતાથી હરાવી શકાય, ભોપાલના લોકો તેમને હરાવવા માટે બેતાબ: ઉમા ભારતી
જેના પર કેજરીવાલની સાથે બેઠેલી વ્યક્તિ કહે છે કે બધાના પોત પોતાના ઓપિનિયન હોય છે. તમારો પણ ઓપિનિયન છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અરવિંદ કેજરીવાલ તે વ્યક્તિના સવાલનો કોઈ જવાબ આપતા નથી.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે