VIDEO VIRAL:સોશિયલ મીડિયા વીડિયોનો ખજાનો છે. સોશિયલ મીડિયા પર ક્યારેક મજેદાર તો ક્યારેક ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જે લોકોનું ખુબ મનોરંજન કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નશાની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો નશો નુકશાન કારક હોય છે અને કેટલાક લોકો વ્યસન મુક્તિ માટે વ્યસન મુક્તિ કેન્દ્રમા જતાં હોય છે જ્યારે કેટલાક લોકો વ્યસન મુક્તિનો દેશી ઉપાય શોધી લેતા હોય છે.
સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાએ તેના પતિને વ્યસન મુક્ત કરવા માટે એવો ઉપાય શોધી કાઢ્યો જેની લોકો ખુબ મજા લઈ રહ્યા છે. વીડિયોમાં તમે એક કપલને જોઈ શકો છો કે જે પાણીમાં દેખાઈ રહ્યા છે.
મહિલાના હાથમાં કેટલાક પાંદડા છે. મહિલા તેના પતિને પીઠના બળે પાણીમાં ડુબકી મરાવે છે અને શખ્સના શરીરના આગળ અને પાછળના ભાગ પર પાંદડાઓથી મારે છે. નશામાં હોવાથી શખ્સને કંઈ સમજાતું નથી કે આખરે તેની પત્ની શું કરી રહી છે પણ પત્નિના આ દેશી ઉપાયથી શખ્સનો નશો તુરંત છુમંતર થઈ જાય છે.
વીડિયો ક્યાંનો હોવાની કોઈ જાણકારી મળી રહી નથી. સોશિયલ મીડિયા પર વ્યસન મુક્તિનો આ દેશી ઉપાયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોની ખુબ મજા લઈ રહ્યા છે. જો કે આ વીડિયોની સત્યતા વિશેની ચોક્કસ માહિતી મળી નથી જેથી ઝી 24 કલાક વીડિયોની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે