નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બુધવારે આંધ્રપ્રદેશના કુરનૂલમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યું છે. ત્રીજા પરીક્ષણમાં આ મિસાઈલ સફળ સાબિત થઈ છે. સેના દ્વારા થર્ડ જનરેશન એન્ટી કેન્ટ ગાઈડેડ મિસાઈલની કરાયેલી માગને અનુલક્ષીને આ મિસાઈલ તૈયાર કરાઈ છે.
પરીક્ષણ દરમિયાન મિસાઈલને એક ટ્રાઈપોડ પરથી ફાયર કરવામાં આવી હતી અને તેના નિશાન પર એક ટેન્ક રાખવામાં આવી હતી. મિસાઈલે ટોપ એટેક મોડમાં અચૂક નિશાન સાધ્યું હતું અને ટેન્કને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખી હતી.
ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ 'હિમ વિજય'
#WATCH Successful test firing of the Man Portable Anti Tank Guided Missile system by DRDO from a firing range in Kurnool, Andhra Pradesh, today. pic.twitter.com/h8TLrbpv6n
— ANI (@ANI) September 11, 2019
DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સ્વદેશી પોર્ટેલ એન્ટી ગાઈડેડ મિસાઈલ અનેક ઉન્નત સુવિધાઓથી સજ્જ છે. તે લગભગ 2.5 કિ.મી દૂર સુધી પોતાના નિશાનને સાધવામાં સક્ષમ છે. આ મિસાઈલ દુશ્મન ટેન્કનો પીછો કરીને સચોટ નિશાન સાધે છે. આ મિસાઈલ વજનમાં પણ એકદમ હલકી છે, જેથી તેની હેરફેર કરવામાં સરળતા રહે છે. આ મિસાઈલને ઊંચા પર્વત કે કોઈ અન્ય દુર્ગમ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.
તેની વિશેષતા એ છે કે, આ મિસાઈલથી દિવસ અને રાત બંને સમયે દુશ્મન પર પ્રહાર કરી શકાય છે. આશા છે કે, 2021 સુધીમાં આ મિસાઈલનું મોટા પ્રમાણમાં નિર્માણ થઈ જશે. સામ-સામેની લડાઈમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MOATGM) અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે