ધનબાદમાં કોલસા કેન્દ્રીય રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબે રવિવારે ધનબાદના પ્રવાસે હતા. મંત્રી બીસીસીએલના વિવિધ કોલ પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ જ કડીમાં મંત્રી મુનિડીહ અંડર ગ્રાઉન્ડ માઈન્સની પણ સમીક્ષા કરવા માટે ગયા. અંડર ગ્રાઉન્ડથી બહાર આવ્યા બાદ તેઓ મુનિડીહ જીએમ કાર્યાલયના વેઈટિંગ રૂમમાં પહોંચ્યા. જ્યાં GM અરિંદમ મુસ્તફીએ પોતે કેન્દ્રીય રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબેના જૂતા ઉતાર્યા અને મંત્રીના પગમાંથી જૂતા ઉતાર્યા બાદ પોતાના હાથેથી તેને લઈને બીજાને લઈ જવા માટે પણ આપી દીધા. આ દરમિયાન નાડુ પણ બાંધ્યું.
વાત જાણે એમ હતી કે મંત્રીજીના પાઈજામાનું નાડું પણ ઢીલું હતું. ત્યારબાદ બીસીસીએલના અધિકારીએ મંત્રીજીના પાઈજામાનું નાડું પણ બાંધ્યું. મંત્રીની આ હરકતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ કૃત્ય બદલ મંત્રીજીનો ક્લાસ પણ લગાવી રહ્યા છે. આ સાથે જ લોકોએ જીએમ ઉપર પણ સવાલ ઉઠાવ્યો.
કોંગ્રેસે કર્યો કટાક્ષ
આ મામલે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ સંતોષ સિંહે બીસીસીએલના અધિકારીની આ કાર્યશૈલી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે મંત્રીનું જૂતું જો એક જીએમ તેમના પગમાંથી કાઢે તો આ ડૂબી મરવા જેવી વાત છે. મંત્રીજ પણ જૂતા ઉતારાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જીએમ સાહેબે સીએમડી બનવાવાળું કામ કર્યું છે. જીએમ સાહેબને તરત જ બીસીસીએલના સીએમડી બનાવી દેવા જોઈએ.
કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે બીસીસીએલના આવા જ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય છે. પોતાની કમીઓ છૂપાવવા માટે આવા અધિકારીઓ મંત્રીની ચાકરીમાં લાગ્યા રહે છે. આ સાથે જ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષે મંત્રીના નિવેદન ઉપર પણ સવાલ ઉઠાવ્યો. જેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર વીજળીના પૈસા આપતી નથી. જેના કારણે લોકોને યોગ્ય રીતે વીજળી મળતી નથી.
કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે ઝારખંડ બન્યા બાદ ભાજપની સરકાર ઝારખંડમાં રહી. તેમના દ્વારા જ વીજળીનું બિલ બાકી રખાયું. કેન્દ્ર સરકાર ઝારખંડમાં ખનનનું કામ કરે છે. પરંતુ રોયલ્ટી આપતી નથી. આખરે કેન્દ્ર સરકાર રોયલ્ટી કેમ આપતી નથી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે