Home> India
Advertisement
Prev
Next

VIDEO: રક્ષક કે ભક્ષક છે આ UP પોલીસ?, બાઈક પર બાળક સાથે જઈ રહેલા યુવકને અધમૂઓ કરી નાખ્યો

સિદ્ધાર્થનગરમાં યુપી પોલીસની એક શરમજનક કરતૂત સામે આવી છે. બાઈક પર પોતાના બાળક સાથે જઈ રહેલા એક યુવકને યુપી પોલીસના બે કર્મીઓએ ખુબ માર્યો.

VIDEO: રક્ષક કે ભક્ષક છે આ UP પોલીસ?, બાઈક પર બાળક સાથે જઈ રહેલા યુવકને અધમૂઓ કરી નાખ્યો

નવી દિલ્હી: સિદ્ધાર્થનગરમાં યુપી પોલીસની એક શરમજનક કરતૂત સામે આવી છે. બાઈક પર પોતાના બાળક સાથે જઈ રહેલા એક યુવકને યુપી પોલીસના બે કર્મીઓએ ખુબ માર્યો. તેની ભૂલ માત્ર એટલી જ હતી કે તેણે હેલમેટ પહેરી નહતી અને તેની પાસે બાઈકના કાગળો નહતાં. યુપી પોલીસના બંને કર્મીઓએ તેને રસ્તા પર પાડીને ખુબ માર્યો. આ દરમિયાન લોકો ભેગા થઈ ગયા. પરંતુ પોલીસકર્મીઓ તેને લગભગ 30 મિનિટ સુધી માર્યો. 

fallbacks

જુઓ VIDEO

યુવક સાથે જે બાળક હતું તે આ બધુ જોઈને ખુબ ગભરાઈ ગયું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા જ પોલીસના ટોચના અધિકારીઓએ બંને આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More