નવી દિલ્હી : જમ્મુમાં પુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરમાં ઘુસેલા વ્યક્તિને ઠાર મારવામાં આવ્યા બાદ આવી ઘટના દિલ્હીના કેરળ ભવનમાં થઇ. અહીં એક વ્યક્તિ હાથમાં ચાકુ અને કેટલાક કાગળ લઇને ઘુસી ગયા. ત્યાર બાદ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ સામે દલિલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન કેરળનાં મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પણ કેરળ ભવનમાં હાજર હતા. આ પ્રસંગે હોબાળો મચી ગયો.
મુખ્યમંત્રી વિજયનની સુરક્ષામાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ વ્યક્તિને પાછળથી ધક્કો મારીને જકડી લીધો અને તેને જમીન પર પાડીને તેના પર કાબુ મેળવી લીધો હતો. આ મુદ્દે પોલીસનું કહેવું છે કે ચાકુ લઇને કેરળ ભવનમાં ઘુસનાર વ્યક્તિ માનસિક રીતે વિક્ષિપ્ત છે. તેને ઇસ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બિહેવિયર એન્ડ એલાઇડ સાઇયન્સમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. જો કે આ પ્રકારની ઘટના ચિંતા પ્રેરક છે.
#WATCH: Man tries to barge inside Kerala House in Delhi with a knife. Kerala Chief Minister Pinarayi Vijayan was present inside. Police says, 'the man is 80% mentally unstable & has been sent to Institute of Human Behaviour and Allied Sciences'. pic.twitter.com/j2frHaYBUY
— ANI (@ANI) August 4, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે