પટનાઃ સમગ્ર બિહારમાં વરસાદનો કહેર છે. આ આફતે કોઈને પણ છોડ્યા નથી. બે દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને પણ NDRF દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. હવે સાંસદ રામ કૃપાલ યાદવ પણ વરસાદી આફતમાં માંડ-માંડ બચ્યા છે. તેઓ પૂરપીડિતોના ખબર-અંતર લેવા પહોંચ્યા હતા, પરંતુ તેમની હોડી પલટી જતાં પોતે જ મુસિબતમાં મુકાઈ ગયા હતા.
સાંસદ રામકૃપાલ પટનાના મસોઢીના રમણી બીઘા ગામ પહોંચ્યા હતા. તેઓ જે હોડીમાં બેઠા હતા એ હોડી જ પલટી મારી ગઈ હતી. જેના કારણે હોડીમાં રહેલા તમામ લોકો પાણીમાં પડી ગયા હતા. ત્યાર પછી હાજર લોકોએ તેમને રેસ્ક્યુ કર્યા હતા.
એવું કહેવાય છે કે, સાસંદ જે હોડીમાંથી પડી ગયા હતા તે જુગાડથી બનાવાયેલી હતી. એટલે કે ટાયર અને વાંસની લાકડીઓથી આ હોડી બનાવાઈ હતી અને તેમાં બેસીને સાંસદ નાગરિકોના ખબર-અંતર પુછવા માટે પહોંચ્યા હતા. હવે જ્યારે નેતાઓની જ આવી હાલત છે તો સામાન્ય લોકોનો શું હાલ હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો.
જુઓ LIVE TV....
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે