નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok sabha elections 2019) ના રણમાં આમ આદમી પાર્ટી (AAP) પર એકદમ ગંભીર આરોપ લાગ્યા છે. AAP દ્વારા પશ્વિમી દિલ્હી સંસદીય સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવેલા બલબીર સિંહ જાખડના પુત્ર ઉદય જાખડે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં ઉદય જાખડે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીએ લોકસભાની ટિકિટ આપવાની અવેજમાં તેમના પિતા બલબીર સિંહ જાખડ પાસેથી છ કરોડ લીધા છે. ઉદયએ દાવો કર્યો છે કે તેમના પાસે તેના પુરતા પુરાવા છે. અહીં તમને જણાવી દઇએ કે બલબીર સિંહ જાખડે ત્રણ મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા અને તેમને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લાગ્યા હતા તેમને પૈસા લઇને પોતાના કોટાની સીટો વેચી હતી.
મતદાનના બરોબર એક દિવસ પહેલાં આ ખુલાસાથી આમ આદમી પાર્ટીનો મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીમાં 12 મે એટલે કે રવિવારે જ વોટીંગ છે. પશ્વિમી દિલ્હીમાં જાખડનો મુકાબલો BJP ના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના મહાબલ મિશ્રા સાથે થવાનો છે.
#WATCH Aam Aadmi Party's West Delhi candidate, Balbir Singh Jakhar's son Uday Jakhar: My father joined politics about 3 months ago, he had paid Arvind Kejriwal Rs 6 crore for a ticket, I have credible evidence that he had paid for this ticket. pic.twitter.com/grlxoDEFVk
— ANI (@ANI) May 11, 2019
'મારા પુત્ર સાથે કોઇ લેવાદેવા નથી'
બલબીર જાખડે આ મામલે કહ્યું છે કે તેમનું પોતાના પુત્ર સાથે ગત 5-6 વર્ષોથી સંપર્ક નથી. તેમણે કહ્યું કે ઉદય તેમની પહેલી પત્નીનો પુત્ર છે. જાખડે કહ્યું કે 'ઉદય જે આરોપ લગાવી રહ્યો છે, તે રાજકીય પ્રેરિત છે.' પાર્ટી દ્વારા ઉદયના દાવા કોઇ પ્રતિક્રિયા આપી નથી.
ઉદયનો દાવો છે કે તેમના પિતાએ જ તેમને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી લડવા માટે 'આપને 6 કરોડ રૂપિયા આપ્યા છે. ઉદયએ પણ દાવો કર્યો છે કે તેમના પિતાએ પૂર્વ કોંગ્રેસ નેતા અને 1984 સિખ વિરોધી રમખાણોના આરોપી સજ્જન કુમારને જામીન અપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સજ્જન કુમાર તેના માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર હતા. મીડિયાની સામે ઉદયે કહ્યું કે તેમણે મારી સાથે વાત કરી હતી કે તે સજ્જન કુમાર અને યશપાલ માટે કોર્ટમાં જવા માટે તૈયાર છે.'
આમ આદમી પાર્ટીએ ચાંદની ચોકથી પંકજ ગુપ્તાને, ઉત્તર-પૂર્વથી દિલીપ પાંડે, પૂર્વી દિલ્હીથી આતિશીને, નવી દિલ્હીથી બ્રજેશ ગોયલને, ઉત્તર-પશ્વિમીથી ગગન સિંહને અને દક્ષિણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢાને ઉમેદવાર બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે