Home> India
Advertisement
Prev
Next

આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત

આપની તરફથી દિલ્હી સંસદીય સીટથી ઉમેદવાર બનાવાયેલા બલબીરસિંહ જાખડે ઉદય જાખડ પર આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની ટિકિટ આપવાની અવેજમાં તેના પિતા બલબીરસિંહ જાખડથી કરોડ રૂપિયા લીધા છે

આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok sabha elections 2019) ના રાજકીય રણમાં આમ આદમી પાર્ટી (AAP) પર ખુબ જ ગંભીર આરોપો લાગ્યા હતા. આપની તરફ પશ્ચિમી દિલ્હી સીટથી ઉમેદવાર બનાવાયેલા બલબીર સિંહનાં જાખડનાં પુત્ર ઉદય જાખડે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ઉદય જાખડ પર આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની ટિકિટ આપવાની અવેજમાં તેમનાં પિતા બલબીર સિંહ જાખડનાં છ કરોડ રૂપિયા લીધા છે. ઉદયે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરતા પુરાવા પણ છે. 

fallbacks

VIDEO: 'આમ આદમી પાર્ટીએ 6 કરોડ રૂપિયા લઇને મારા પિતાને લોકસભાની ટિકિટ આપી'

અત્રે ઉલ્લેખનીય છે કે બલબીર સિંહ જાખડ ત્રણ મહિના પહેલા આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા અને પાર્ટીએ તેમને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યસબાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પર આરોપો લાગ્યા હતા તેણે પૈસા લઇને પોતાના કોટાની સીટ વેચી હતી. મતદાનનાં એક દિવસ પહેલા આ ખુલાસાના કારણે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં 12 મે એટલે કે રવિવારે જ મતદાન થવાનું છે. પશ્ચિમી દિલ્હીમાં જાખડનો મુકાબલો BJPના પ્રવેશ વર્મા અને કોંગ્રેસનાં મહાબલ મિશ્રા સામે થવાનો છે. 

છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓએ કર્યો લેંડમાઇન બ્લાસ્ટ, બે જવાન ઘાયલ

મારા પુત્ર સાથે મારે કાંઇ લેવાદેવા નહી
બલવીર જાખડે સમગ્ર મુદ્દે કહ્યું કે તેમણે પોતાનાં પુત્રને ગત્ત 5-6 વર્ષોથી સંપર્ક નથી. તેમણે કહ્યું કે, ઉદય તેમની પહેલી પત્નીનો પુત્ર છે. જાખડે કહ્યું કે, ઉદયે જે આરોપ લગાવ્યા છે, તે રાજનીતિથી પ્રેરીત છે. પાર્ટીની તરફથી ઉદયનાં દાવા પર કોઇ જ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં નથી આવી રહી. ઉદયનો દાવો છે કે તેનાં પિતાએ જ તેમને જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણી લડવા માટે આપને 6 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉદયે એવો પણ દાવો કર્યો કે તેના પિતાએ પૂર્વ કોંગ્રેસ નેતા અને 1984 શીખ વિરોધી તોફાનોનાં આરોપી સજ્જન કુમારને જામીન અપાવવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. સજ્જન કુમાર તેના માટે મોટી રકમ ચુકવવા માટે પણ તૈયાર હતા. 

ભીષણ ગરમીમાંથી મળશે છુટકારો, આ તારીખ દરમિયાન પડશે વરસાદ

મીડિયા સામે ઉદયે કહ્યું કે, તેમણે મારી પાસે પણ વાત કહી હતી કે તેઓ સજ્જન કુમાર અને યશપાલ માટે કોર્ટમાં જવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી એ ચાંદની ચોકથી પંકજ ગુપ્તાને ઉત્તર-પૂર્વ દિલ્હીથી દિલીપ પાંડેયને પૂર્વ દિલ્હીથી આતિશીને, નવી દિલ્હીથી બ્રજેશ ગોયલને ઉત્તર-પશ્ચિમી દિલ્હીથી ગુગ્ગનસિંહને અને દક્ષિણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢાને ઉમેદવાર બનાવ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More