નવી દિલ્હી : ભારતીય રેલવે દ્રિયાની સૌથી ઉંચી રેલવે લાઇન બિછાવવા જઇ રહ્યા છે. સામરિક દ્રષ્ટીએ મહત્વપુર્ણ આ રેલવે લાઇન છે ન્યૂ બિલાસપુર- મનાલી રેલવે લાઇન જે વિશ્વની સૌથી ઉંચી રેલવે લાઇન હશે. તેના કારણે હિમાચલ અને કાશ્મીરમાં પર્યટન વધશે અને દિલ્હી-લેહ વચ્ચેની યાત્રા અડધા સમયમાં પુર્ણ થશે. આ રેલવે લાઇનની મદદથી ચીનની બોર્ડર સુધી પહોંચવું સરળ થઇ જશે.
લોકસભામાંથી સંન્યાસ લઇ ચુકેલા પવારની ગુલાટી: PM પદના ઉમેદવારમાં 1નો વધારો
આ રેલવે ટ્રેક ન માત્ર જમ્મુ અને કાશ્મીર અને હિમાચલમાં વિકાસ લઇને આવશે પરંતુ તેનાથી પર્યટનને બળ મળશે. આ લાઇન બની ગયા બાદ દિલ્હી-લેહની વચ્ચેની યાત્રા 40 કલાકના બદલે 20 કલાકમાં પુર્ણ થશે. આ સિંગલ ટ્રેક 465 કિલોમીટર લાંબી હશે. 75 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી તે અંગે ગાડિઓ દોડશે. આ ટ્રેક પર 30 રેલવે સ્ટેશન પ્રસ્તાવિત છે. આ ટ્રેક પર સૌથી લાંબી સુરંગ 27.4 કિલોમીટર લાંબી હશે જ્યારે સુરંગની કુલ લંબાઇ 244 કિલોમીટર હશે. આ ટ્રેક પર 124 મોટા પુલ અને 396 નાના પુલ બનશે. આ પ્રોજેક્ટનો સરેરાશ ખર્ચ 83,360 કરોડ હશે.
350 કરોડનાં ખર્ચે વર્લ્ડ ક્લાસ બનશે આ રેલ્વે સ્ટેશન, આવતા મહિને ચાલુ થશે કામ
આ રેલવે લાઇન માટે પહેલા ચરણનો સર્વે પુરો થઇ ચુક્યો છે. ફાઇનલ સર્વે માર્ચ 2019 સુધી પુણ થશે ત્યારે સ્થિતી વધારે સ્પષ્ટ થશે. આ પ્રોજેક્ટને ભારતીય રેલવેના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ રેલ લાઇન બની જવાનાં કારણે સશસ્ત્ર દલોને ચીન બોર્ડર સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે. આ ક્ષેત્રનું સામાજિક- આર્થિક વિકાસ પણ હશે.
रेलवे का विकास, देश का विकासः सामरिक दृष्टि से महत्वपूर्ण रेलवे द्वारा बनाई जा रही न्यू बिलासपुर-मनाली रेलवे लाइन विश्व की सबसे ऊंची रेलवे लाइन होगी, इससे हिमाचल और कश्मीर में पर्यटन बढेगा और दिल्ली-लेह की यात्रा आधे समय में पूरी होगी। #ForTheFirstTime https://t.co/LOQFtfFIfs pic.twitter.com/FSf7uzN6Va
— Piyush Goyal (@PiyushGoyal) February 8, 2019
465 કિલોમીટર લાંબો આ રેલવે લાઇનનાં 52 ટકા હિસ્સામાં ટ્રેન સુરંગમાંથી જ પસાર થશે. આ રેલ લાઇનમાં સુરંગની અંદર દેશનું પહેલીવાર રેલવે સ્ટેશન બનશે. કોલેન્ગ દેશનું પહેલુ રેલવે સ્ટેશન હશે જે હિમાચલ પ્રદેશ અંતર્ગત આવે છે. તે ઉપરાંત પણ આ રેલ રૂટ પર સુરંગમાં અનેક નવા સ્ટેશન હશે.
જ્યોર્જ ફર્નાન્ડીઝની હાથકડી વાળી મુર્તિ થશે સ્થાપિત, નીતીશ કુમારે કરી જાહેરાત
આ રેલવે લાઇન માટે પહેલા તબક્કાનો સર્વે પુર્ણ થઇ ચુક્યો છે. આગામી ચરણનાં સર્વેમાં સ્થિતી વધારે સ્પષ્ટ થશે. મનાલીથી 26 કિલોમીટર ઉત્તરમાં કેલોન્ગ, લાહોલ અને સ્પિતી જિલ્લાનું વહીવટી કેન્દ્ર છે. અહીંથી ભારત-તિબેટ સીમા 120 કિલોમીટર દુર છે. આ રેલવે લાઇનની ઉંચી સમુદ્ર તળથી 5360 મીટર સુધી હશે. વર્તમાનમાં ચીનમાં તિબેટ સુધી બિછાવવામાં આવશે. પાટાની ઉંચાઇ સૌથી વધારે છે. આ સમુદ્ર તલથી 2000મીટરની ઉંચાઇ પર છે. રેલવેએ 2022 સુધી આ પ્રોજેક્ટને પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે