કુપવાડાઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થવા અંગે સામાન્ય કાશ્મિરી શું વિચારે છે, તેના અંગે તમને નીચે આપેલા વીડોયમાં જોવા મળશે. 'નયા કાશ્મીર'ને પીએમ મોદી પર વિશ્વાસ છે. જશ્ને આઝાદી પહેલા સાંભળો કાશ્મીરનો અવાજ. કુપવાડામાં બુધવારે Zee Newsના પત્રકાર મનીષ શુક્લાએ સ્થાનિક વ્યક્તિ સાથે જે વાતો કરી તેમાં જાણવા મળ્યું કે, અત્યાર સુધીની સરકારોએ એ કામ કર્યું નથી જે તેમણે કરવાનું હતું.
કુપવાડાના લંગેટનો વિસ્તાર એલઓસીની નજીક આવેલો છે. પાકિસ્તાનની અહીં સૌથી વધુ નજર છે. લંગેટના હારિલ ગામના લોકો જણાવે છે કે, તેમને પૈસાથી ખરીદવામાં આવ્યા નથી. મણિપાલ કમિતટે લંટના કાઉન્સિલરને જણાવ્યું કે, તેમના ધારાસભ્યએ કંઈ કર્યું નથી. ઈદના દિવસે પાણી ન હતું, સેનાએ પાણી આપ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી ફાયદો થયો છે. કલમ-370 દૂર થવાના નિર્ણયનો સ્વાગત કરતા મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે.
રાષ્ટ્રપતિનું સંબોધનઃ કલમ-370ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અહીંના નેતાઓએ પોતાના સગા-સંબંધીઓને નોકરીઓ અપાવી છે. કુપવાડા જિલ્લાના હારિલ ગામના લોકોએ જણાવ્યું કે, અહીં 1500ની વસતી છે, પરંતુ હોસ્પિટલ, સેકન્ડરી સ્કૂલ કે સડકો નથી. અહીં 1930ના મહારાજના યુગની એક આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. માસ્ટર ગુલામ નબી મીરે આટલે દૂર સુધી પહોંચીને તેમનો અવાજ સાંભળવા માટે ઝી ન્યૂઝનો આભાર માન્યો હતો.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે