નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ શતાબ્દી ટ્રેનને નવો લૂક આપવાની તૈયારી શરૂ કરી છે. દેશની સૌથી ઝડપથી ચાલતી આ ટ્રેનને હવે રેલવે લક્ઝરી લૂક આપવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ હવે શતાબ્દી ટ્રેન બૂલેટ ટ્રેનના લૂકમાં જોવા મળશે. શતાબ્દીને આ નવો લૂક તેના નવા બનેલા કોચ દ્વારા મળશે.
આ કોચને ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયા છે. હાલ, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જેને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાની યોજના છે. દેશમાં આ ટ્રેન સૌથી વધુ ઝડપે ચાલતી ટ્રેન બની જશે.
અગાઉ આ કોચ જુલાઈમાં જ બનવાના હતા, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું કે, તેઓ સુરક્ષા અંગેના કેટલાક નવા ફીચર તેમાં ઉમેરવા માગતા હતા. આથી તેમાં સમય લાગ્યો છે. તેઓ નવા કોચને વર્લ્ડ ક્લાસ શ્રેણીના બનાવવા માગતા હતા. હવે તેનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે.
New luxury coaches for shatabdi trains, pic.twitter.com/TkvLRhk1tQ
— Vikas Tripathi (@vikasjournolko) October 22, 2018
કોચ ફેક્ટરીના ચીફ ડિઝાઈન એન્જિનિયર એસ.પી. વાવરે જણાવ્યું કે, હવે નવા કોચની ટેસ્ટિંગ અને ટ્રાયલ લેવામાં આવશે. ત્યાર બાદ રેલવેની સુરક્ષા વ્યવસ્થા ચકાસતી ટીમ તેની ચકાસણી કરશે. સંપૂર્ણ ચકાસણી થયા બાદ તેને જાહેર ઉપયોગ માટે ટ્રેનમાં લગાવવામાં આવશે.
સૌથી પહેલા ભોપાલ-નવી દિલ્હી શતાબ્દી બદલાશે
સૌથી પહેલા આ ડબ્બા ભોપાલ અને દિલ્હી વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેનમાં લગાવવામાં આવશે. અત્યાર સુધીની તૈયારીઓ જોતાં જાન્યુઆરી મહિનામાં નવા ડબ્બા સાથે શતાબ્દી દોડતી જોવા મળી શકે છે.
@NashikNews First look of Train 18 in its official livery , this type of Rail Set will replace Shatabdi Trains LHB Rake in future pic.twitter.com/YOdXDzQzc9
— Sameer (@shete75) October 22, 2018
પછી તબક્કાવાર જેમ-જેમ નવા કોચિસનું નિર્માણ થતું જશે તેમ-તેમ નવી શતાબ્દી ટ્રેનોમાં તેને બદલી નાખવામાં આવશે. એન્જિનિયરોએ ડબ્બાની સાથે-સાથે એન્જિનનો લૂક પણ બદલ્યો છે જે આ વીડિયોમાં જોઈ શકાય છે. એટલે, આગળથી જોતાં આ ટ્રેન બુલેટ ટ્રેન જેવી જ દેખાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે