નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર એવો વીડિયો (Viral Video) ઉપલ્બધ છે. જેમાં ગાયના છાણમાંથી મળનાર ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ડોક્ટરે કેમેરા સામે છાણ ખાઇને તેના ફાયદા ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરનું નામ મનોજ મિત્તલ (Manoj Mittal) છે અને તેમનો દાવો છે કે ગૌમૂત્ર તથા છાણ ખાવાથી ઘણી ગંભીર બિમારીઓ દૂર રહે છે.
ડોક્ટરે ગણાવ્યા ગાયના છાણના ફાયદા
ઇન્ટરનેટ પર વાયરલ થનાર વીડિયોમાં જોઇ શકાય છે કે કે ડોક્ટર મિત્તલે કેમેરા સામે જમીન પરથી ગાયના છાણને ઉઠાવીને પોતાનું મોંઢું બંધ રાખ્યું છે. તેને ખાતા ખાતા ડોક્ટર તેના ફાયદા ગણાવી રહ્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું 'ગાયથી મળનાર પંચગવ્યનો એક-એક ભાગ માનવ જાતિ માટે ખૂબ કિંમતી છે. જુઓ જો ગાયનું છાણ ખાઇ લો છો તો આપણું તન મન પવિત્ર થઇ જાય છે. આપણી આત્મા પવિત્ર થઇ જાય છે. એકવાર આપણા શરીરમાં જતુ રહ્યું તો એક પ્રકારે આપણા શરીરને શુદ્ધ કરી દે છે.
હવે કાર ખરીદો, ઇનકમ ટેક્સમાં મળશે ભારે છૂટ! જાણો કેવી રીતે
Dr. Manoj Mittal MBBS MD's prescription. Via @ColdCigar pic.twitter.com/SW2oz5ao0v https://t.co/Gzww80KiSs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) November 16, 2021
લોકોએ ડોક્ટરના દાવા પર ઉઠાવ્યા સવાલ
ડોક્ટરનો આ વીડિયો જેવો જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો કર્યા. ટ્વિટર પર વાયરલ થયેલા આ વીડિયો પર કેટલાક લોકો તો ડોક્ટરની ડિગ્રી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું 'આ વીડિયો સામે આવ્યા પછી મને તેમની ડિગ્રી ચેક કરવાની ઇચ્છા થઇ રહી છે?' તો કેટલાક લોકો એવા છે, જે ડોક્ટરની વાત સાથે સહમતિ વ્યક્ત કરી રહ્યા છે. જોકે ઝી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે