નવી દિલ્હી : ગત વર્ષે વેલેન્ટાઈન ડે પર સ્કૂલ ડ્રેસમાં પોતાની અદા વિખેરતી એક શરારતી યુવતીએ અનેકોને પોતાના દિવાના બનાવ્યા હતા. આ વીડિયો એટલી હદે વાઈરલ થયો હતો કે, તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. મલયાલમની સુંદર એક્ટ્રેસ પ્રિયા વોરિયરના વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થતા વાર લાગતી નથી. ત્યારે હવે લોકો તેને વાયરલ ગર્લ કહીને બોલાવે છે. હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના જૂના અંદાજમાં નજર આવી રહી છે.
હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાવાળાઓએ પ્રિયાને ફિલ્મ ‘ઓરુ ઓદાર લવ’ના એ સીનને કરવા કહ્યું હતું, જેનાથી તે પોપ્યુલર બની હતી. પછી શું હતું, પ્રિયાએ તરત પોતાના આંખોથી જાદુ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે હવે પ્રિયાનો આ વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે.
રાજકુમારને ‘Gay પાર્ટનર’નો પ્રશ્ન પૂછીને ખુદ શરમમાં મૂકાયો કરણ જોહર
ઉલ્લેખનીય છે કે, પ્રિયા જલ્દી જ બોલિવુડ ડેબ્યુ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં પહેલીવાર નજર આવવાની છે. આ ફિલ્મ માટે જ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે