Home> India
Advertisement
Prev
Next

સામે આવ્યો સાપના બાળકના જન્મનો વીડિયો, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ

મોટાભાગના સાપ ઈંડા મૂકે છે અને થોડા સમય પછી તે ઈંડામાંથી સાપના બચ્ચા બહાર આવે છે, પરંતુ કુદરતમાં કેટલીક એવી વસ્તુઓ છે જે આશ્ચર્યચકિત કરી દેનાર હોય છે. ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માદા સાપ વિકસિત સાપને જન્મ આપી રહી છે.

સામે આવ્યો સાપના બાળકના જન્મનો વીડિયો, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ

નવી દિલ્હીઃ મોટાભાગના સાપ ઈંડા મૂકે છે અને થોડા સમય પછી તે ઈંડામાંથી સાપના બચ્ચા બહાર આવે છે, પરંતુ કુદરતમાં કેટલીક એવી વસ્તુઓ છે જે આશ્ચર્યચકિત કરી દેનાર હોય છે. ટ્વિટર પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માદા સાપ વિકસિત સાપને જન્મ આપી રહી છે.

fallbacks

એક માદા સાપ વિકસિત સાપને આપી રહી છે જન્મ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક લીલા રંગનો સાપ બીજા વિકસિત સાપને જન્મ આપી રહ્યો છે જે બ્રાઉન કલરનો છે.

જાતે જ બહાર નિકળે છે નવજાત સાપ
વીડિયોમાં જોવા મળે છે કે માદા સાપ ઝાડની ડાળી પર આરામથી બેઠી છે. તે પછી એક બાળકનો જન્મ થાય છે જે પોતાની મેળે બહાર આવે છે જે સંપૂર્ણ રીતે વિકસિત હોય તેવું લાગે છે.

તેને ગણાવવામાં આવી રહ્યો છે દક્ષિણ અમેરિકાના એમેરૈલ્ડ ટ્રી બોઆ સાપ
આ વીડિયો વિશે Science girl નામના યુઝર્સે જણાવ્યું કે આ એક એમેરૈલ્ડ ટ્રી બોઆ સાપ છે જે દક્ષિણ અમેરિકાના ભારે વરસાદવાળા વિસ્તારોમાં ઊંચા વૃક્ષો પર જોવા મળે છે. બાળકના જન્મ પછી તેને તેની માતા સાથે કોઈ સંબંધ નથી. આ બચ્ચું સાપના ભ્રૂણમાં જ વિકસિત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More