Home> India
Advertisement
Prev
Next

VIDEO: જે CBI હેડક્વાર્ટરના ઉદ્ધાટનના ચિદમ્બરમ અતિથિ હતાં, ત્યાં જ ધરપકડ બાદ રાત વિતાવી 

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે ગત રાત સીબીઆઈના હેડક્વાર્ટરમાં પસાર કરવી પડી.

VIDEO: જે CBI હેડક્વાર્ટરના ઉદ્ધાટનના ચિદમ્બરમ અતિથિ હતાં, ત્યાં જ ધરપકડ બાદ રાત વિતાવી 

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે ગત રાત સીબીઆઈના હેડક્વાર્ટરમાં પસાર કરવી પડી. સીબીઆઈએ તેમને આખી રાત તે જ બિલ્ડિંગમાં રાખ્યાં જેના ઉદ્ધાટનમાં તેઓ પોતે સામેલ હતાં. યુપીએ-2 સરકારમાં ગૃહ મંત્રી રહેલા પી.ચિદમ્બરમની હાજરીમાં સીજીઓ કોમ્પલેક્સ સ્થિત સીબીઆઈના નવા હેડક્વાર્ટરનું ઉદ્ધાટન 30 જૂન 2011ના રોજ  કરાયું હતું. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થયેલા આ ઉદ્ધાટન સમારોહમાં તે સમયના ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ, કાયદા મંત્રી વીરપ્પા મોઈલી, એચઆરડી મિનિસ્ટર કપિલ સિબ્બલ પણ મંચ પર હાજર હતાં. 

fallbacks

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની આજે કોર્ટમાં પેશી, પૂછપરછ માટે CBI કરી શકે છે રિમાન્ડની માગણી

બુધવાર રાતે ધરપકડ કરાયેલા ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં રાતભર પરેશાન રહ્યાં હતાં. પી.ચિદમ્બરમને ગ્રાઉન્ડ ફ્લોરના 3 નંબરના લોકઅપમાં રખાયા છે. આ એ જ લોકઅપ છે જ્યારે આ બિલ્ડિંગનું ઉદ્ધાટન થયું હતું તો ચિદમ્બરમને પણ આ લોકઅપ બતાડવામાં આવ્યું હતું કે કેટલા ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું લોકઅપ બનાવવામાં આવ્યું છે. જેમાં વેન્ટિલેશનની પૂરેપૂરી વ્યવસ્થા છે. 

જુઓ LIVE TV

આજે ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવશે. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી ચિદમ્બરમને બપોરે 2 વાગે સ્પેશિયલ સીબીઆઈ જજ અજય કુમાર કુહારની કોર્ટ (રાઉઝ એવન્યુ)માં રજુ કરાશે. 

આ દરમિયાન સીબીઆઈ પૂર્વ નાણા મંત્રીની વધુમાં વધુ દિવસોની રિમાન્ડ માંગશે. આ અગાઉ પણ સીબીઆઈ આ કેસની સુનાવણી દરમિયાન અટકાયતમાં પૂછપરછની માગણી કરતી રહી છે. સીબીઆઈની દલીલ રહી છે કે ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ કરતા નથી અને સવાલોના ગોળગોળ જવાબ આપે છે. હવે સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More