Home> India
Advertisement
Prev
Next

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પહેલા કોંગ્રેસ નેતાઓએ સમજદારીથી કામ કર્યું હોત તો 1947માં પાકિસ્તાન બન્યું જ ન હોત

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

ઔસા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જો તેમનાં નેતાઓએ સમજદારીથી કામ કર્યું હોત તો પાકિસ્તાન બન્યું જ ન હોત .મહારાષ્ટ્રનાં લાતુર જિલ્લામાં એખ ચૂંટણી સભા સંબોધિત કરતા પહેલીવાર મતદાન કરનારા મતદાતાઓને બાલકોટ હૂમલાનાં નામે મત માંગીને મોદી આદર્શ આચાર સંહિતાના ફસાતા પણ જોવા મળ્યા હતા. મોદીએ પહેલીવાર મતદાન કરવા જઇ રહેલા યુવાનોને કહ્યું કે, તમારો પહેલો મત હવાઇ હૂમલો કરનારા માટે હશે કે હવાઇ હૂમલાના પુરવા માંગનારાઓ માટે ?

fallbacks

લોકસભા ચૂંટણી 2019 નો પ્રચાર કરી રહેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા 1947માં પાકિસ્તાન ન બન્યું હોત. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં ચૂંટણી ઢંઢેરા અને પાકિસ્તાનની ભાષા એક છે. નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાનાં નિવેદન તરફ ઇશારો કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને તેનાં સહયોગીઓ એનસીપી પર જમ્મુ કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની માંગ કરનારાઓનો સાથ આપવાનો આરોપ લગાવ્યો. આ મુદ્દે એનસીપી પ્રમુખ શરદ પવાર પર હૂમલો કરતા મોદીએ પુછ્યું કે મરાઠા ક્ષત્રપને એવા વિચાર વાળી પાર્ટીનો સાથ આપવો શોભાસ્પદ છે ? 

બીજી તરફ મોદીએ કહ્યું કે, ભાજપ હેઠળ નવા ભારતની નીતિ આતંકવાદીઓને તેનાં ઘરમાં ઘુસીને મારવાની છે. મોદીએ કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલા અને બાલકોટ પર હવાઇ હુમલા બાદ વિપક્ષી દળ સુરક્ષાદળોની વીરતા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને આરોપ લગાવ્યો કે સત્તા પર આવ્યા બાદ માત્ર કોંગ્રેસ ભ્રષ્ટાચાર જ એક એવું કામ છે જે ઇમાનદારીથી કરે છે. મોદીએ કહ્યું કે, તમે જોયું હશે કે કાલે પરમદિવસે કોંગ્રેસનાં દરબારીઓનાં ઘરમાં ખોખા ભરીને પૈસા મળી આવ્યા. નોટથી વોટ ખરીદવાની તેમની સંસ્કૃતી રહી છે. છેલ્લા 6 મહિનાથી તેઓ કહી રહ્યા છેકે ચોકીદાર ચોર છે પરંતુ નોટ ક્યાંથી નિકળ્યા ? અસલી ચોર કોણ છે. ? 

મોદીનો ઇશારો મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ સરકારનાં અધિકારીઓ અને તેનાં નજીકનાં લોકોનાં ઘરેથી મળી આવેલી રોકડ તરફ હતો. ઉલ્લેખનીય છેકે, હવાલા કૌભાંડનાં આરોપ હેઠલ સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટાપ્રમાણમાં રોકડ અને કરોડો રૂપિયાનાં હવાલા અંગેનુ સાહિત્ય મળી આવ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, તે રાજદ્રોહનો કાયદો ખતમ કરવા માંગેય છે. પાકિસ્તાન પણ એવું જ ઇચ્છે છે. તે ભારત વિરુદ્ધ કામ કરનારાઓને આઝાદી અપાવવા માંગે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More